________________
118
– ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75
-
૭૭
નામે ગુણાભાસની ખ્યાતિ કદી જ સહન કરી શકતો નથી. એ જ કારણે વિષાદ પામેલા ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા વિષાદમગ્ન અવસ્થામાં જ ભિક્ષા લઈને પ્રભુ પાસે આવ્યા અને પારણું કર્યા બાદ સમય પામીને નગરના લોકોની હાજરીમાં જ, શુદ્ધ બુદ્ધિના ધણી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો કે –
“વામિત્રજનેતા, દિરહા ના
सर्वज्ञ इति गोशालं, किमेतद् घटते न वा ? ।।१।। “સ્વામિનું આ નગરીમાં બધા લોકો ગોશાળો સર્વજ્ઞ છે,-એમ કહે તે સાચું છે કે નહિ ?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ભાવિ અનર્થને જાણવા છતાં પણ ભવ્ય જીવોના હિતની ખાતર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે
“अथाख्यद् भगवानेष सुनुमखस्य मंखलेः । अजिनोऽपि जिनंमन्यो, गोशाल: कपटालयः ।।१।। मयैव दीक्षितश्चार्य, शिक्षां च ग्राहितो मया ।
મધ્યત્વ નિપજ્ઞ છે, સર્વ ને જોતજ !! ” “જિન” નહિ હોવા છતાં પણ પોતાને “જિન' માનનારો આ ગોશાલો પંખલિ' ગામના “સંખનો પુત્ર છે અને કપટના ઘર સમાન છે, અર્થાત્ અતિશય કપટી એટલે કે મૂર્તિમાન કપટ છે.” “મારાથી જ એ દીક્ષિત થયેલો છે અને મેં જ એને શિક્ષા ગ્રહણ કરાવી છે. છતાં પણ તે મારા પ્રત્યે મિથ્યાત્વને પામેલો છે, માટે હે ગૌતમ!
એ ગોશાલો સર્વજ્ઞ નથી.” આ પ્રમાણેના - ભગવાનના કથનને સાંભળીને નગરના લોકો પણ નગરીમાં આમ તેમ સ્થળે પરસ્પર એમ જ બોલવા લાગ્યા કે “હો ! હો ! શ્રી વીરસ્વામી નામના શ્રી અરિહંત પધાર્યા છે અને તે કહે છે કે આ મંખલિપુત્ર ગોશાલો ખોટી રીતે પોતાને સર્વજ્ઞ માનનારો છે એટલે કે પોતે સર્વજ્ઞ નહિ હોવા છતાં પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે.”
આ જાતની લોકવાયકા સાંભળીને પોતાના ભક્તોથી વીંટાયેલો ગોશાલો કાલસર્પની માફક કોપથી ભરાઈ ગયો. એ જ અરસામાં ‘આનંદ’ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org