________________
1405
—
- ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93
---
૩૧૯
અન્ય દેવો ‘વિમાન, સ્ત્રી અને ઉપવનની સંપદા જોઈને સળગતા ઇર્ષારૂપ અગ્નિની ઊર્મિઓથી સામાન્ય સંપદાઓના સ્વામી અમરો
જિંદગીભર ખૂબ ખૂબ બળે છે. દીનવૃત્તિના ઉદ્ગાર !
લોભી દેવોની દુર્દશા ઘણી જ ભયંકર હોય છે, કારણ કે લોભી દેવો જો પરાક્રમી હોય છે તો તે અલ્પ પરાક્રમી દેવોની ઋદ્ધિને પડાવી લે છે અને એથી બિચારા અસમર્થ અમરો દીનવૃત્તિના ઉપાસક બની જાય છે. એ દીનવૃત્તિના પ્રતાપે દીન બની ગયેલા અમરો કેવા ઉદ્ગાર કાઢે છે એનું વર્ણન કરતાં એ જ પરોપકારપરાયણ પરમર્ષિ પ્રરૂપે છે કે -
“ કાળા ! મો ! રે ! પ્રીતિ સામ્ |
રષિતસર્વસ્વા, માને રીનવૃત્ત. I ? ” અન્ય અમરો દ્વારા જેઓનું સર્વસ્વ ચોરાઈ ગયું છે, તેવા અમરો અશક્તિના યોગે દીન વૃત્તિવાળા બની જઈને – “હા પ્રાણેશ ! હા પ્રભો ! હા દેવ ! મહેરબાની કરો - પ્રસન્ન થાઓ.” એ પ્રમાણે
ગગદ સ્વરે બોલે છે. અસ્વસ્થ અવસ્થા :
દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે, એમ ફરમાવતાં એ અનુપમ ઉપકારી આચાર્ય ભગવાન કહે છે કે –
“તેડપિ પુતઃ સ્વ, મામાતુરા: I
સ્વસ્થતામ્બુવતે સુરા: કેન્દ્રિાદિયઃ II ૨ !” પુણ્યના પ્રતાપે સ્વર્ગની પ્રાપ્તિ થવા છતાં પણ કામ, ક્રોધ અને લોભથી
આતુર બનેલા 'કાન્દર્ષિ' આદિ સુરો સ્વસ્થતાને પામતા નથી. ચ્યવનચિહનોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન :
વધુમાં “ચ્યવન થવાનું હોય તે પહેલાં દેવોની સ્થિતિમાં કારમું પરિવર્તન થઈ જાય છે અને એ કારમાં પરિવર્તનના પ્રતાપે એ દેવો પણ પોતાનું મરણ જુએ છે તેથી તેઓની દુર્દશા ખરે જ ભયંકર ત્રાસને કરનારી થઈ જાય છે.” એ ઉભય વસ્તુનું પ્રતિપાદન, દેવોના દુ:ખનું સામ્રાજ્ય વર્ણવવામાં અતિશય આવશ્યક છે એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org