________________
૩૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ –––
–
14%
શાસનના એ સાચા સૂરિસાર્વભૌમ, અમર્ષરૂપ શલ્યની કેવી કારમી આધિનો અનુભવ અશક્ત અમરો કરે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે –
“વિરા વતિનાર્વેન, પ્રતિકતું તનક્ષમઃ |
तीक्ष्णेनामर्षशल्येन, दोदूयन्ते निरन्तरम् ।। १ ।। અન્ય બળવાન અમર દ્વારા વિશેષ પ્રકારે અપમાન આદિને પામેલા શક્તિહીન અમરો, તે અપમાન આદિ કરનાર અમરનો પ્રતિકાર કરવાને અસમર્થ હોવાના કારણે તીક્ષ્ણ એવા અમર્ષરૂપ શલ્યના યોગે
નિરંતર અતિશય દુઃખી થયા કરે છે. વિષાદનો વિષવાદ :
અમર્ષરૂપ શલ્યની અસાધારણ આધિથી થતી દુઃખદ દશાનો ખ્યાલ આપ્યા બાદ એ જ આરાધ્યપાદ આચાર્ય ભગવાન, પોતાથી અધિક સંપત્તિના સ્વામીઓની લક્ષ્મીને જોઈને અલ્પ ઋદ્ધિને ધરનારા અમરો કેવા પ્રકારના વિચારથી વિષાદનો વિષવાદ ભોગવે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે –
“નવૃત્ત મુક્ત વિશ્વિ-રમિયો તો દિન
ટોત્તરોત્તરશ્રીવા, વિષીદન્તીતિ નાના | શ” અમે કાંઈ સુકૃત કરેલું નથી તે જ કારણથી અમારે આ અભિયોગદાસપણું ભોગવવું પડે છે. આ પ્રમાણે ઉત્તરોઉત્તર ચડિયાતી સંપત્તિને
જોનારા અમરો વિષાદ પામે છે. ઇષ્યાર્નો અભિતાપ :
“તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સંપત્તિને નહિ જોઈ શકનારા આત્માઓને ઇર્ષાનો અભિતાપ ખૂબ જ બાળે છે. એ જ કારણે તીવ્ર આસક્તિના પ્રતાપે અન્ય અમરોની સુવિશિષ્ટ સંપદાઓના દર્શનથી સામાન્ય સંપદાઓનાં સ્વામી સુરો, ઇર્ષારૂપ અનલની ઊર્મિઓથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એ જ અનંત ઉપકારી આચાર્યદેવ ફરમાવે છે કે –
"दष्ट्वान्येषां विमानस्त्री-रत्नोपवनसम्पदम् । થાવત્ની વિપીત્તે, શ્વતતીનોમિ: II "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org