________________
1403
૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93
દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય :
સુખાભાસના અભિમાનમાં પડેલા દેવોના દુઃખસામ્રાજ્યનું વર્ણન કરતાં શરૂઆતમાં જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
“શોજામવંવિવારેો-લેન્યાવિદ્દતબુદ્ધિવુ 1 અમોપિ ૩:વસ્ત્ર, સામ્રાજ્યમનુવર્તતે ।। શ્।।"
શોક, અમર્ષ, વિષાદ, ઇર્ષ્યા અને દૈન્ય આદિથી હણાઈ ગયેલી બુદ્ધિવાળા અમરોમાં પણ દુઃખનું સામ્રાજ્ય વર્તે છે.
આ પ્રમાણે સામાન્ય રીતે દેવો પણ શોક આદિથી સળગી રહ્યા છે એવો સહજ ખ્યાલ આપીને તેઓમાં પણ દુ:ખનું સામ્રાજ્ય વર્તે છે એમ એ ઉપકારી સૂરિપુરંદરે પ્રથમ ફરમાવ્યું એ પ્રમાણે સામાન્ય રીતે ફ૨માવ્યા પછી એ ઉપકારી આચાર્ય ભગવાન એ એકેએક જાતના દુઃખનો સ્પષ્ટ ખ્યાલ પણ કરાવે છે. શોકનો સંતાપ :
શોક આદિથી ઉત્પન્ન થતા દુઃખનું દિગ્દર્શન કરાવતાં પ્રથમ શોકનો સંતાપ એ જીવોને કેવા પ્રકારનો હોય છે તેનું પ્રતિપાદન કરતાં એ શાસનના સાચા સૂરિસમ્રાટ ફરમાવે છે કે -
“ટા પરસ્થ મહી, શ્રિયં પ્રાન્તનનીવિતમ્ । નિતસ્વત્વમુત, શોષન્તિ મુચિર સુઃ ।। શ્।।”
૩૧૭
અન્ય દેવની મોટી લક્ષ્મીને જોઈને અલ્પ સમૃદ્ધિને ધરાવનારા દેવો, અતિશય અલ્પ પેદા કર્યું છે સુકૃત જેમાં તેવા પોતાના પૂર્વજન્મના જીવિતને પણ લાંબા સમય સુધી શોચ્યા કરે છે :
Jain Education International
અર્થાત્ અલ્પઋદ્ધિવાળા દેવો વિશાળ ઋદ્ધિવાળા દેવોને જોઈ જોઈને વિશાળ ઋદ્ધિના અર્થીપણાના યોગે એવી જાતનો શોક પ્રાયઃ સદાય કર્યા જ કરે છે કે હાય ! કમભાગ્ય એવા અમોએ પૂર્વે સુકૃત કરવામાં ઘણી જ કચાશ રાખી કે જેથી આવી સુંદર અને વિશાળ ઋદ્ધિ અમને મળી શકી નહિ.
અમર્ષરૂપ શલ્યની આધિ :
આ પ્રકારે શોકના સંતાપનું પ્રતિપાદન કર્યા પછી પ્રભુ શ્રી વીતરાગ પરમાત્માના
For Private & Personal Use Only
www.jainelibrary.org