________________
૨૩: દેવગતિનાં દારુણ દુઃખો:
સુખાભાસનું ફોગટ અભિમાન !
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે તે અતિશય સ્પષ્ટતાથી સમજાવવાના હેતુથી ચાર ગતિમાં ભટકી રહેલા જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા “નરક, તિર્યંચ અને મનુષ્ય આ ત્રણ ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન તો કરી આવ્યા અને હવે જે દેવગતિના જીવો અજ્ઞાન દુનિયામાં ઘણા સુખી મનાય છે તે દેવગતિમાં રહેલા જીવો પણ કેવા દુઃખી છે એનું વર્ણન કરતાં તેની યોનિ અને કુલકોટિની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે
"देवगतावपि चत्वारो योनिलक्षा: षड़विंशति कलकोटिलक्षाः तेषामपाविषादमत्सरच्यवनभयशल्यवितुद्यमानमनसां दुःखानुषङ्ग एव, सुखाभासाभिमानस्तु केवलमिति, કહે -
"देवेषु च्यवनवियोगदुःखितेषु, क्रोधेामदमदनातितापितेषु । आर्या !नस्तदिह विचार्य सङ्गिगरन्तु, यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ।।१।।" દેવગતિમાં પણ ચાર લાખ યોનિ છે અને છત્રીસ લાખ કલકોટિ છે. દેવગતિના આત્માઓ પણ ઇર્ષા, વિષાદ, મત્સર, ચ્યવન, ભય અને શલ્યથી અતિશય પીડિત હોય છે. ઇર્ષા આદિથી અતિશય પીડિત મનવાળા તે જીવોને પણ દુઃખનો જ સંગ છે એ હેતુથી એ આત્માઓએ પણ સુખાભાસનું અભિમાન કરવું એ ફોગટ છે. એ જ કારણે દેવગતિમાં પણ રહેલા આત્માઓની દુઃખદ સ્થિતિનું વર્ણન કરતાં પ્રશ્ન રૂપે મહાપુરુષોએ ફરમાવ્યું છે કે –
હે આ ! આ સંસારમાં ચ્યવન અને વિયોગથી દુઃખિત અને ક્રોધ, ઇર્ષ્યા, મદ અને મદનથી અતિતાપિત એવા દેવોમાં જે કાંઈ પણ સુખ નિવેદનીય હોય તે તમે વિચારીને અમને કહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org