________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
ચ્યવનનાં ચિહ્નોનું અને તે પછી તેનાં દર્શન અને વિચારથી દેવોની જે જે ત્રાસજનક દુર્દશા થાય છે તેનું વર્ણન કરે છે.
ચ્યવનનાં ચિહ્નો :
३२०
"अम्लाना अपि हि मालाः, सुरद्रुमसमुद्भवाः । म्लानीभवन्ति देवानां वदनाम्भोरुहैः समम् ।।१।। हृदयेन समं विष्वग्, विश्लिष्यत्सन्धिबन्धनाः । महाबलैरप्यकम्प्याः, कम्पन्ते कल्पपादपाः ।।२।। अकालप्रतिपन्नाभ्यां प्रियाभ्यां च सहैव हि । श्रीहीभ्यां परिमुच्यन्ते, कृतागस इवामराः ।।३ ॥ अम्बर श्रीरपमला, मलिनीभवति क्षणात् । अप्यकस्माद्विसृमरै- रघोधैर्मलिनैघनैः ||४|| अदीना अपि दैन्येन, विनिद्रा अपि निद्रया । आश्रीयन्ते मृत्युकाले पक्षाभ्यामिव कीटिकाः ।।५।।
विषयेष्वतिरज्यन्ते, न्यायधर्मविबाधया । अपध्यान्यपि यत्नेन, स्पृहयन्ति मुमूर्षवः ।।६॥ नीरुजामपि भज्यन्ते, सर्वाङ्गोपाङ्गसन्धयः । भाविदुर्गतिपातोत्थ-वेदनाविवशा इव ।।७।। पदार्थग्रहणेऽकस्माद्, भवन्त्यपटुदृष्टयः । परेषां सम्पदुत्कर्ष-मिव प्रेक्षितुमक्षमाः ।।८।। गर्भावास निवासोत्थ-दु:खागमभयादिव । प्रकम्पतरलैरङ्गैर्भाषियन्ते परानपि ।।९।। "
“સુરકુમથી ઉત્પન્ન થયેલી અમ્લાન એવી પણ માલાઓ, દેવોનાં મુખકમલોની સાથે મલિન થાય છે અર્થાત્ નહિ કરમાનારી માલાઓ પણ કરમાઈ જાય છે અને દેવોનાં મુખકમલો પણ કરમાઈ જાય છે. વિશેષ પ્રકારે શિથિલ થઈ ગયાં છે સંધિબંધન જેમનાં અને મહાબલવાનોથી પણ અકંપ્ય એવા કલ્પપાદપો દેવોના હૃદયની સાથે એકદમ કંપી ઊઠે છે અર્થાત્-દેવોનાં હૃદય કંપી ઊઠે છે તેની સાથે જ અકંપ્ય એવાં પણ કલ્પવૃક્ષો કંપી ઉઠે છે.
જાણે અપરાધ જ ન કર્યો હોય એવા અમરો, અકાલે અંગીકાર કરેલી
Jain Education International
For Private & Personal Use Only
1406
www.jainelibrary.org