________________
107
- ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93 – ૩૨૧ પ્રિયાઓની સાથે જ “શ્રી અને હીથી મુકાઈ જાય છે અર્થાત્ લક્ષ્મી અને લજ્જા ઉભય એ સમયે દેવોની ચાલી જાય છે. પાપોનાં સમૂહો દ્વારા અકસ્માતુ ફેલાઈ ગયેલ મલિન મેઘોથી એક ક્ષણવારમાં મળરહિત એવી પણ આકાશની શોભા મલિન થઈ જાય છે. મૃત્યુ સમયે કીટિકાઓને જેમ પાંખો આવે છે તેમ અદીન એવા પણ દેવો દિીનતાથી અને નિદ્રાથી રહિત એવા પણ દેવો નિદ્રાથી આશ્રિત કરાય છે. મરવાની ઇચ્છાવાળાઓ યત્નપૂર્વક અપથ્થોનું સેવન કરે છે તેમ દેવો, ન્યાયધર્મની બાધા થાય તેવી રીતે વિષયોમાં અતિશય રત થાય છે. નીરોગી એવા પણ દેવોનાં સર્વ અંગ અને ઉપાંગની સંધિઓ, ભવિષ્યમાં થનારા દુર્ગતિના પાતથી ઉત્પન્ન થતી વેદનાઓને જાણે વિવશ બની ગઈ હોય તેમ ભાંગી જાય છે. પારકાની સંપત્તિના ઉત્કર્ષને જોવા માટે જાણે અસમર્થ બની ગયા હોય તેમ દેવો એકદમ પદાર્થના ગ્રહણ માટે અપટુ દષ્ટિવાળા બની જાય છે. ગર્ભાવાસના નિવાસથી ઉત્પન્ન થતા દુઃખના આગમનના ભયથી જ જાણે ન હોય તેમ પ્રકંપે કરીને ચપળ બની ગયેલાં અંગો દ્વારા દેવો બીજાને પણ ભય પેદા કરે છે.
અર્થાત ચ્યવનના ચિહ્ન તરીકે અમ્યાન માલાઓ મલિન થાય છે, નહિ કંપતાં કલ્પવૃક્ષો કંપી ઊઠે છે, લક્ષ્મી અને લજ્જા ચાલી જાય છે, અમલ એવી પણ આકાશની શોભા મલિન થઈ જાય છે, દીનતા અને નિદ્રા આવીને ખડી થાય છે. વિષયાસક્તિ વધી જાય છે. અંગોપાંગની સંધિઓ ભાંગી જાય છે, પદાર્થના ગ્રહણમાં દૃષ્ટિ અસમર્થ બની જાય છે અને અંગો અંકપે કરીને તરલ બની જાય છે. વિષાદભર્યો વિલાપ :
આવાં આવાં વનનાં ચિહ્નોથી, પોતાનું ચ્યવન નિશ્ચિત છે એમ જાણીને અંગારાથી જ આલિંગિત થયા હોય તેની માફક વિમાનમાં, નંદનવનમાં કે વાવડીમાં અર્થાત્ કોઈ પણ સ્થાને તેઓ રતિને પામતા નથી પણ વિષાદભર્યો વિલાપ જ કર્યા જ કરે છે. વિલાપમાં દેવલોકની વસ્તુઓનું અને ભવિષ્યના દુઃખનું સ્મરણ દુ:ખદ રીતે કરે છે. અમારું ચ્યવન નિશ્ચિત છે એમ ચ્યવનનાં ચિહ્નોથી જાણી ચૂકેલા દેવો પોતાની પ્રિય વસ્તુઓને યાદ કરી કરીને અને ભવિષ્યના દુઃખથી ગભરાઈને ગદ્ગદ્ સ્વરે બોલે છે કે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org