________________
૨૦૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1228
એના ઉદય સમયે આત્માને ભયંકર યાતનાઓ સહવી પડે છે અને એવે સમયે જો આત્મા શ્રી વીતરાગ પરમાત્માના શાસનથી સુવાસિત ન હોય અગર તો કોઈ તેવા પુણ્યાત્માની નિશ્રા ન હોય, તો આ ભયંકર સંસારમાં આત્મા રવડી જાય છે એટલે કાંઠે આવીને જહાજ ડૂબે એવી ભયંકર દુર્દશા થાય છે. એટલે હવે આપણે આ કથાના એક એક પ્રસંગના વિવેચનમાં નહિ ઊતરતાં એમાં આગળ જ વધીએ.
હિતૈષી પિતા અને માતાની – નિશ્રામાં રહેલી તે ધર્મની આરાધનામાં મશગૂલ છે પણ આયુક્ષયે તેનાં માતાપિતા કે જેઓએ જિંદગીભર સુધી સુશ્રાવક ધર્મનું આરાધન કર્યું છે, તેઓ મરીને ધર્મની આરાધનાના બળે સ્વર્ગલોકને પામ્યાં. માતાપિતાના સ્વર્ગવાસથી પાછું તેને એમ લાગ્યું કે હવે માતાપિતા જેવાં રક્ષકના અભાવે, સ્વાર્થમાં જ રત એવા ભાઈઓ અને ભોજાઈઓના વિષમ વ્યવહારમાં મારો નિર્વાહ કેમ થશે ?' - આ વિચારથી તે ઘણી જ દુઃખી બની ગઈ અને એ દુઃખના યોગે તે રોવા લાગી. એ રીતે પોતાની ધર્માત્મા બહેનને રોતી જોઈને, ધર્મી પિતાના સુયોગ્ય પુત્રોએ હદયના પ્રેમથી સ્વજનો સમક્ષ પોતાની તે ધર્મરત બહેનને કહ્યું કે –
"त्वमेव मुख्या मातेव, संप्रत्यस्मद्गृहे ततः । भ्रातृजाये नियुञ्जिथा, यथार्ह सर्वकर्मसु ।।१।। "स्वयमारम्भनिर्मुक्ता, षड्विधावश्यकोद्यता ।
સત્પાત્રે ૯ વાન, કૃતાર્થ નિબંગનું રા" “હે બહેન ! હવે અમારા ઘરમાં માતાની માફક તું જ મુખ્ય છો, માટે
તારી ભોજાઈઓને સર્વ કાર્યોમાં યથાયોગ્ય રીતે તું યોજ!' અને –
તું પોતે તો આરંભથી નિર્મુક્ત બનીને, છયે પ્રકારના આવશ્યકમાં ઉઘત થઈને અને સત્પાત્રમાં દાન દેતાં દેતાં પોતાના જન્મને કૃતાર્થ કર.' કુલીન ભાઈઓના આવા કથનથી ભોજાઈઓ આદિ સ્વજનોમાં બહેન મોટી બની અને એ રીતે શાંતિને પામેલી તેણે શોકરહિત બનીને યોગ્યતા મુજબ પોતાની ભોજાઈઓને સર્વ કાર્યોમાં યોજવાનું કાર્ય આરંભ્ય. ભોજાઈઓ પણ ઉત્તમ કુલ અને ઉત્તમ શીલને ધરનારી હોવાથી તેઓએ પોતાની નણંદ ઉપર માતાના જેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org