________________
1289 - ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 – ૨૦૩ સ્નેહ બાંધ્યો. આ રીતે એક હૃદયવાળી બનેલી તે ત્રણે સંધ્યા સમયે આવશ્યક કર્મો કર્યા બાદ તત્ત્વની જિજ્ઞાસાથી નિરંતર પરસ્પર ધર્મગોષ્ઠિ કરે છે.
એ બહેન પણ હમેશાં દીનદુ:ખીને દયાદાન કરે છે અને સુપાત્રોમાં દૂષણ વિનાનું અને ભૂષણવાળું દાન આપે છે, તેમજ જ્યારે જ્યારે ધર્મસ્થાને જાય ત્યારે ત્યારે ઇચ્છા મુજબ અર્થીઓને પણ ઉચિત દાન આપે છે. આથી લોકમાં સર્વત્ર તેની પ્રશંસા થાય છે. લોકોના મુખથી બહેનની પ્રશંસા સાંભળી, સ્નેહવાળી પણ ભોજાઈઓના હૃદયમાં સ્ત્રીસ્વભાવને સુલભ એવી ખિન્નતા આવી અને એ ખિન્નતાના યોગે તેઓના હૃદયમાં એવો વિચાર આવ્યો કે -
આ ઘરની સાથે અમારી આ નણંદનો એવો શો સંબંધ, કે જેથી તે આવી રીતે અમારા જ દ્રવ્યનો યથેચ્છપણે વ્યય કરે ?” આ વિચારના યોગે કંઈક ઇર્ષ્યા ઉત્પન્ન થઈ અને એ ઇર્ષાના પ્રતાપે તે બન્ને ભોજાઈઓ પાડોશી સ્ત્રીઓ પાસે અવજ્ઞાસૂચક ઊંચાનીચાં વચનો બોલી. એ વાત પરંપરાએ બહેને સાંભળી અને એથી તે હૃદયમાં ઘણો જ પરિતાપ પામી. એ પરિતાપના યોગ તેણે પણ વિચાર્યું કે -
પ્રાયઃ સર્વત્ર સઘળી જ ભોજાઈઓ એવા પ્રકારની જ હોય છે, માટે તેણીઓના વચનથી દુઃખ પામવાનું કશું જ પ્રયોજન નથી, પણ જો મારું દીધેલું અને કરેલું ભાઈઓને જ ન રુચતું હોય, તો શા માટે ઘરની આવી વેઠ મારે ફોગટ કરવી ? પણ જો મારું દીધેલું અને કરેલું મારા ભાઈઓને રુચતું હોય, તો ભોજાઈઓનું કથન નિષ્ફળ છે, માટે મારે જાણવું જોઈએ કે મારા પ્રત્યે ભાઈઓના હૃદયમાં કેવી શ્રદ્ધા છે ?' શાસ્ત્ર એને પણ માયા કહી :
આ જાતના વિચારથી પ્રથમ મોટા ભાઈની પરીક્ષા કરવા માટે તેણે એક દિવસે મોટો ભાઈ પાસે બેઠો હતો, એ અવસરે સાંજના ધર્મવિચારને અંતે મોટા ભાઈની પત્નીને ઉદ્દેશીને કહ્યું કે -
"धर्मोऽयमेव नारीणां, शुभे सर्वबलेन यत् ।
Dાવ્યને શાટિકા શુદ્ધ, વિક્રમોર્વદુમfષતિઃ શા" હે શુભે! સ્ત્રીઓનો આ જ ધર્મ છે કે સર્વ બળે કરીને પોતાની સાડી શુભ કરવી, માટે એ વિનાનાં અન્ય બહુ કથનોએ કરીને શું?” અર્થાત્ - સ્ત્રીઓ માટે અન્ય અન્ય વાતો કહેવાની કશી જ જરૂર નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org