________________
190
૨૦૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - તેઓને તો એટલું જ એક કહેવાનું હોય કે તેઓએ પોતાના શિયળની રક્ષા સઘળા બળપૂર્વક કરવી જોઈએ.
બહેનના આ કથનની મોટા ભાઈ ઉપર ધારી અસર થઈ ! કારણ કે બહેનના એ કથનથી વિશ્વાસુ ભાઈએ તો એમ જ માન્યું કે -
મારી પત્ની ખંડિત-શીલા હોવી જોઈએ, અન્યથા તથ્ય, પથ્ય, મિત અને પાપરહિત વચનને બોલનારી તથા શીલથી શોભતી એવી મારી ભગિની આવા પ્રકારની શિક્ષા મારી પત્નીને શાની જ આપે ?'
આ માન્યતાના યોગે મોટા ભાઈએ એવો અંતિમ વિચાર પણ કરી લીધો કે -
ખરે જ, ખેદની વાત છે કે ક્લેશથી પેદા કરેલા વિત્તથી આવી વ્યભિચારિણી સ્ત્રીનું પોષણ કરતાં મેં આટલા કાળ સુધી ફોગટ અસતીનું પોષણ કર્યું.”
માટે - “સુરૂપ પણ દોષથી દુષ્ટા એવી આ સ્ત્રીએ કરીને મારે સર્યું.'
આ રીતે વિરક્ત બનેલા તેણે પોતાના વાસભવનમાં આવેલી તેનો રોષથી ભારેમાં ભારે તિરસ્કાર કર્યો. એ તિરસ્કારના યોગે દુઃખી થયેલી તેણે રાત્રિ ઘણી જ મુશીબતે પસાર કરી. આથી પ્રાત:કાળમાં તેનું મુખ પડી ગયેલું હતું. પડી ગયેલા મુખવાળી તેને બહેને પૂછ્યું કે –
“આજે તું આટલી દીનમુખ કેમ બની છે ?”
આ પ્રશ્નના ઉત્તરમાં તેણે પણ રાતનો સઘળો જ વૃત્તાંત કહી બતાવ્યો. આથી હૃદયમાં ખુશ થયેલી તેણે કહ્યું કે -
તું લેશ પણ વિષાદ ન પામ, કારણ કે તારી ઉપર કોપાયમાન થયેલા પણ તારા પતિને હું એવી રીતે સમજાવી દઈશ, કે જેથી તારી ઉપર તે પૂર્વની માફક જ સ્નેહ કરશે.'
આ પછી ખિન્ન થયેલા ભાઈને પણ બહેને અવસરે કોમળ શબ્દોથી પ્રશ્ન કર્યો કે -
ભાઈ ! આજે તારા મુખ ઉપર શ્યામતા શા કારણથી દેખાઈ રહી છે ?'
આ પ્રશ્નના ઉત્તરમાં પોતાની બેનના વચન ઉપર વિશ્વાસુ ભાઈએ પણ જણાવ્યું કે –
“મારી પત્ની ઘણી જ દુરાચારિણી છે, એ જાણવાથી જ મારા મુખ ઉપર શ્યામતા આવેલી છે : એ સિવાય બીજું કશું જ કારણ નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org