________________
1291
- ૧૧ : જાતના ભોગે શાસન રક્ષા - 81
–
૨૦૫
ભાઈના કથનને - સાંભળીને બહેને ભાઈને સમજાવતાં કહેવા માંડ્યું કે -
ભાઈ ! બીજના ચંદ્રની કલામાં જેમ લાંછન અસંભાવ્ય છે, તેમ જ મારી ભોજાઈમાં એવું દૂષણ અસંભાવ્ય છે, માટે તેં જો એ વાત કોઈ જગ્યાએ જોઈ હોય અગર સાંભળી હોય તો કહે, અન્યથા એવી મહાસતીનો દોષ કહેવો, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.”
આની સામે વિશ્વાસુ ભાઈએ પણ એકદમ કહ્યું કે –
“બહેન ! સઘળું જાણવા છતાં પણ એ વાતનો તું શા માટે અપલાપ કરે છે ? એ દોષથી બચાવવા માટે તું જ કાલે તેને શિક્ષા આપતી હતી કે “સ્ત્રીઓએ પોતાની સાડી સર્વ બળે કરીને શુદ્ધ રાખવી.” તો પછી આજે શા માટે એ વાતનો અપલાપ કરે છે ?”
આ પ્રમાણે સાંભળીને બહેને પણ જાણ્યું કે “ભાઈ મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.' - આથી તેણે તેના હૃદયને વિશલ્ય કરવા માટે ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં હસીને કહ્યું કે “હે ભાઈ ! આવો વિદ્વાન છતાં તું આટલો બધો ભોળો કેમ ? શું આત્મગોષ્ઠિમાં રહેલા વ્યંગ્ય અર્થોને પણ તું નથી કલ્પી શકતો ? સ્ત્રીઓ માટે દુરશીલનું પાતક ઘણું જ મોટું પાતક છે, એ કારણે મેં તો આત્મગોષ્ઠિમાં સ્વાભાવિક રીતે જ એ વાત કહી હતી, માટે પતિવ્રતા એવી એમાં તારે થોડા પણ દોષની શંકા ન કરવી. એવી પતિવ્રતા સ્ત્રીમાં દોષની શંકા કરવી, એ તો દૂધમાં પોરા જોવા જેવી વાત છે, માટે લેશ પણ શંકા કરવી નહિ.”
આ કથનથી નિઃશંક થઈ ગયેલા તે ભાઈએ પોતાની પત્ની સાથે પૂર્વની જેમ જ પોતાનું વર્તન શરૂ કર્યું. આ પછી “બીજા ભાઈનું હૃદય કેવું છે ?' – એ જોવા માટે પણ પાછું બહેને બીજો ભાઈ સાંભળે તેવી રીતે પોતાની બીજી ભોજાઈને પણ ધર્મવિચારને અંતે એક દિવસે કહ્યું કે -
“વર: પ્રપર્વદુ, પિં શમે નનર : |
ઘડયમેવ નાર, શુદ્ધિર્મવતિ ચારે પાશા" “હે શુભે! લોકોનું રંજન કરનારા ઘણાં વચન-પ્રપંચોનું કશું જ પ્રયોજન નથી. સ્ત્રીઓનો એ જ ધર્મ છે કે હાથની શુદ્ધિ કરવી.” અર્થાત “જે
સ્ત્રીઓનો હાથ ચોખ્ખો નથી, તેઓની કશી જ કિંમત નથી.” આવી વાત સાંભળીને નાના ભાઈએ પણ, પોતાની બહેનના વચન ઉપર તે સંપૂર્ણ વિશ્વાસુ હોવાથી, મોટા ભાઈની માફક માની લીધું અને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org