SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ——– 1292 - પત્નીનો તિરસ્કાર કર્યો. આથી તેની પણ તે રાત્રિ દુઃખપૂર્વક પસાર થઈ અને પ્રાતઃકાલે બેયના દ્વારા એ વાત જાણીને, બહેને બેયના હૃદયનું સમાધાન કરી શાંતિ ફેલાવી. આ રીતે બન્ને ભાઈઓની પરીક્ષા કર્યા બાદ, બહેને નિર્ણય કર્યો કે સ્નેહના યોગે મારા ભાઈઓ મારું કરેલું સારું અગર નરસું સવ કાંઈ સારું જ છે એમ માને છે, માટે મારે હવે ભોજાઈઓના ઊંચા-નીચા કથનની પરવા કરવાની કશી જ જરૂર નથી !' – એમ નિર્ણય કરીને તેણે પૂર્વની માફક પાછું દાનાદિ કરવા માંડ્યું. આ બધા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ પ્રમાણે કરવાનો બહેનનો કશો જ ખરાબ ઇરાદો ન હતો. કેવળ પોતાથી પોતાની ધર્મકરણી નિઃશંકપણે કરી શકાય, એ હેતુથી ભાઈઓની માત્ર પરીક્ષા કરવાનો જ ઇરાદો હતો, તે છતાંય શાસ્ત્રકાર કહે છે કે – "मायागर्मोपदेशेन, तेनान्याऽसुखहेतुना । વજ્ઞાતિ સમ પર રામવેદમસી મ્ III" “અન્યને દુઃખના હેતુભૂત ને માયામિશ્રિત ઉપદેશના યોગે તેણીએ દઢ અને ઉત્કટ અશુભ વેદનીય કર્મનો બંધ કર્યો.' ઉદાહરણ ઉપરથી નીકળતું તારણ છતા પણ દોષ ન બોલાય તો અછતા દોષ કેમ જ કહેવાય ? પારકા ભૂંડામાં પોતાનું ભૂંડું | વિચારો કે ખરાબ ઇરાદા વિના પણ કોઈના ઉપર અછતા આરોપો કરવામાં કેવી હાલત થાય છે ? આથી હિતેષીએ કોઈના ઉપર પણ ખોટા આરોપો મૂકવા જેવી પ્રવૃત્તિ ન જ આદરવી જોઈએ, છતાં પણ આજની દશા તો કોઈ જ જુદી જ છે ! ખરેખર, આજે આ વીસમી સદીમાં તો સ્વચ્છંદવાદ જોસભેર ચાલી રહ્યો છે, એના જ યોગે આ દશા છે ! પણ સજ્જન માટે તો કાયદો જ જુદો જ છે અને હોવો જોઈએ. સાચી વાત હોય, નજરે જોઈ હોય, તો પણ સજ્જન જો એ હિતકર ન હોય તો એ ન બોલે. અવસરે સુધારવાના પ્રયત્નો કરે, પણ હોઠે કેમ બોલે ? સજ્જનને તો તે પ્રસંગો – એવું અકાર્ય પોતાની નજરે જોવાના પ્રસંગો - આવે નહિ, પણ કદી આવી જાય તો પણ એ અનેકનું અહિત થાય તે રીતે દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy