________________
1293
-
- ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 -
--
૨૦૭
ન ગાય. જો દોષ હોય છતાં પણ ન ગવાય, તો દોષ ન હોય અને ગવાય તો શું થાય ? ધ્યાનમાં રાખજો કે પારકું ભૂંડું કરવા જતાં પોતાનું ભૂંડું પહેલું થાય છે. પારકું ભૂંડું તો એનું ભાગ્ય ફૂટશે તો થશે, પણ પોતાનું ભૂંડું તો પહેલું જ થાય. ખરાબ ક્રિયામાં સારું પરિણામ તો મૂર્ખની દૃષ્ટિએ જ દેખાય. સભા : લોકો હિંમતવાન થયા છે એટલે બોલે છે કે સાતમીને બદલે ચૌદમી નરક
ઉઘડાવજો ! ત્યાં જવાની હિંમત આવી છે એમ? ખરેખર, જેઓએ શાસ્ત્રનાં – જૈનશાસ્ત્રનાં વચનોને ખોટાં કહેવા - ખોટા ઠરાવવા પ્રયત્નો કર્યા છે, તથા જૈનશાસ્ત્ર કહેલા નરકાદિને હંબગ કહ્યાં છે, તેઓએ દુનિયા ઉપર મોટો અનર્થ કર્યો છે. જેમ સરકારના કાયદાથી પ્રજા ડરે, તેમ લોકોને શાસ્ત્રનાં વચનનો ડર હતો, ત્યાં વિશ્વાસ હતો, એ પણ ખસેડવા પ્રયત્ન કરે એ કેટલો અનર્થ ! એક માણસ તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય પાસે એમ બોલાવતો સંભળાય છે કે શ્રાવકનું ભલું કરવા માટે ગમે તેવા પાપ કરવામાં વાંધો નથી અને સાતમીને બદલે એકવીસમી નરકે જવું પડે તો પણ પરવા નથી.' પણ વિચારો કે શ્રી જૈનશાસનના શણગાર સમા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કદી પણ આવું બોલે ? છતાં પોતાનું કોઈ ન સાંભળે માટે એ તારકના મોંમાં પણ આવાં વચનો મૂકનારા પડ્યા છે ! તીર્થકરદેવ પણ કહે છે કે પોતાનું આત્મહિત સાચવીને પરોપકાર કરજો, પણ પોતાનું તે ગુમાવીને ન કરતા. ભગવાન જાણતા હતા કે સંગમ તથા ગોવાળિયો વગેરે ઉપસર્ગો કરી પાપ બાંધનાર છે તથા સુધર્મા ઇંદ્ર સાડાબાર વર્ષ સુધી પાસે રહેવાની વિનંતિ પણ કરી હતી, છતાં પ્રભુએ એનો સ્વીકાર ન કર્યો. “ભલેને ઇંદ્ર મારી પાસે રહે જેથી પેલા જીવો પાપ તો ન બાંધે' - આ વિચાર પ્રભુએ ન કર્યો.
પુણ્યબુદ્ધિ મંત્રી પાસે વેશ્યા આવી અને એવા આશયનું કહ્યું કે -
‘તારા ઉપર મને રાગ થયો છે. તારો માલિક, કે જે મને ચાહે છે, તેને પણ છોડીને હું તારી પાસે આવી છું, તો મારો સ્વીકાર કર, નહિ તો હું માથું ફોડીને મરીશ'
મંત્રીએ કહ્યું કે “તું મરી જાય એ ભીતિથી હું મારું શીલ ન ખંડું !”
વેશ્યા કહે છે કે “જૈનધર્મે શીખવાડ્યું શું? મરે એને બચાવો પણ નહિ ? હિંસામાં ધર્મ કે દયામાં ? આપ નહિ સ્વીકારો તો હું મરીશ, એટલે આપને સ્ત્રીહત્યા લાગશે માટે દયા તો કરો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org