________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
મંત્રી કહે છે કે ‘જૈનધર્મે મને એવું શીખવાડ્યું છે કે કોઈ આવેશમાં આવી એક વાર મરવા તૈયાર પણ થાય, તો પણ એથી સ્વધર્મ તજીને, પોતે અને એ અનંતવાર મરે એવું અકાર્ય ન કરવું જોઈએ.'
૨૦૮
વિચારો કે કોઈને ખોટું કામ કરતો અટકાવવા પોતાનું સારું કામ કેમ છોડાય ? આખી દુનિયા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં પડી છે, આર્ત્તરૌદ્ર ધ્યાનથી ઘેરાયેલી છે, એમાં કોઈ ધર્મ કરે એથી પેલા નિંદા કરે, એમાં ધર્મને કે ધર્મીને નિમિત્ત માનવા એ કેટલી અજ્ઞાનતા છે ? જેને દુર્ગતિએ જવું છે, તે તો સારાં કે ખોટાં સાધન પામીને દુર્ગતિએ જવાના જ. જેને ચાંદાં જ ગમતાં હોય તે તો ગમે ત્યાંથી તે જ લેવાના. કેટલાક કહે છે કે ‘મંદિ૨માંયે શું છે ? ત્યાં એ લોકો લડે છે, પાપ કરે છે’ - પણ એવું બોલનાર એ નથી વિચારતા કે એમ કરવાનું મંદિર કહે છે ? પણ એવું એ શું કામ વિચારે ?
1294
ધર્મીથી શું થાય ? શું ન થાય ?
આજે ‘શાસ્ત્રવિહિત ક્રિયાને અખંડિત રાખવી જ જોઈએ.' - આવી ધર્મપક્ષની ભાવના સામે એક ભયંકર પક્ષ ઊભો થયો છે અને એ આ વીસમી સદીનો લાભ લઈ બધાં જ કાવતરાં કરી શકે છે. કૂટનીતિ પણ એવી કરે છે કે પોતે ખરાબ હેન્ડબિલો કાઢે અને એ જાણે આ પક્ષનાં જ હોય એવું દેખાય તેવું કરીને પણ આ પક્ષને ખરાબ કરવાના પ્રયત્નો કરે છે ! અમદાવાદમાં લાલ હેન્ડબિલ નીકળ્યું હતું, તેમાં ખૂબી એ કે બધાની નિંદા અને મારાં વખાણ, અને જેને હું માનું એની પણ નિંદા, અને નીચે સહી કેવી તો કહે ‘રામવિજયજીનો ગુણાનુરાગી ભક્ત’. આવી ! મારે પણ સભા વચ્ચે કહેવું પડ્યું કે ‘એવો ભક્ત કો પાયો ? જો એ અહીં ખુલ્લો પડે તો તેને ઘટતું માન અપાય ! સામાને ખરાબ કરવા માટે આ સદીમાં આવાં પણ કાવતરાં થાય છે ! એનો ભોગ જો ધર્મી થાય તો એ દશા ઘણી જ ભયંક૨ ગણાય. ખરે જ, જેને પાપના વિપાકનું ભાન નથી તે ભલે યથેચ્છ વર્તે, પણ સમજના૨થી એમ કેમ જ વર્તાય ? આ બધાં જ ખરાબ આવેશનાં પરિણામ છે. એક હેન્ડબિલ વંચાય, બીજું વંચાય, ત્રીજું વંચાય, એમાંથી થાય ગભરામણ, ગભરામણમાંથી થાય અકળામણ, અને એમાંથી આવે આવેશ, પછી કાળું કામ થાય. ધર્મથી કદી જ આવું ન થાય. સાચા ધર્મી માટે કયો વિચાર હોય ? કોઈ દંડો લઈને મારવા આવે તો પણ સાચો ધર્મ તો એક જ વિચારે કે ‘હજી તો દંડો લાવ્યો છે ને ! તલવાર નથી લાવ્યો.’ અને તલવાર લઈને આવે તો પણ વિચારે કે ‘ગળું કાપશે પણ ધર્મ તો નહિ લઈ જાય ને !' કહો, આવા સાચા વિચારકને મૂંઝવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org