________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
1118
નથી, આ વાત બરાબર રીતે વિચારો. મુક્તિ નથી ગયા તે દૃષ્ટિએ તેઓ જે સંસારમાં છે તે પણ પ્રશસ્ત નથી. કેમ કે એવું સંયમ નથી પળાતું કે જેથી મુક્તિએ જવા માટે સંસારમાં રહ્યા છે : પણ કેવળજ્ઞાન થઈ જાય અને સર્વકર્મક્ષય થાય, તો આ સ્થાનમાં પણ મુનિ એક ક્ષણ પણ રહે ? નહિ જ, કારણ કે મુનિઓ પણ બધાનું ભલું કરવા રહ્યા છે એમ નથી, પણ પોતાનું પૂરું ભલું નથી થયું માટે રહ્યા છે. શ્રી તીર્થંકરદેવો પણ દેશના શું કામ દે છે ? કહેવું જ પડશે એમ નહિ પણ કહેવું જ છે કે શ્રી તીર્થંકર નામકર્મને ખપાવવા. એ નામકર્મ એવું છે કે એનો વિપાક ભોગવતાં અનેક ભવ્ય આત્માઓનું ભલું થાય. એ વિપાક અનેક આત્માઓનું ભલું કરે, પણ શ્રી તીર્થંકરદેવ તો એ નામકર્મ ભોગવે છે. જો એમ ન કરે તો કર્મ ખપે નહિ અને મુક્તિમાં જવાય નહિ. સર્વાશે પ્રશસ્ત તો સિદ્ધિપદ : બાકી મુનિપણું અને ગૃહસ્થપણું પણ ધર્મ પૂરતું પ્રશસ્ત છે. જેટલે અંશે ધર્મ તેટલું પ્રશસ્ત. ગૃહવાસ પ્રશસ્ત નથી.
વારુ, તમારે ધૂનન કરવું છે ને ? તો જેમ વડનાં મૂળિયાં હલાવવાં હોય ત્યારે ધરતીકંપ થાય તેમ દુઃખના સ્થાનને સુખનાં સ્થાન માની રહ્યા છો એ માન્યતાનાં મૂળિયાં હલાવતાં આંચકા પણ લાગે. લક્ષ્મી અસાર અને ચંચળ છે, એવું ન લાગે ત્યાં સુધી હૈયું ઉદાર કેમ કરીને થાય ? મૂઠી પહોળી કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ જ છે કે મૂળિયાં ન હાલે ત્યાં સુધી પરિણામ સારું ન જ આવે : માટે પાયો હલાવાય પછી કામ સારું ચાલે.
જેનો સંસારનો પાયો હાલે તે જૈનશાસનમાં આવે. જેનો એ પાયો હાલ્યો તે શ્રી જૈનશાસનમાં આવવાને લાયક. જેને સંસારનો પાયો મજબૂત કરવો હોય, તે જૈનશાસનની બહાર ઊભો રહે એમાં જ એનું અને અન્યનું કલ્યાણ છે. જ્યાં મહામુશીબતે પાયા હલાવવાનું કામ ચાલી રહ્યું હોય, ત્યાં સિમેન્ટ પૂરનારાઓની જરૂર ન જ હોય : કારણ કે એવા પાપાત્માઓના પ્રતાપે ઉપકારીઓની મહેનત જોઈતી રીતે સફળ થતી નથી. એનું કારણ પણ એ જ છે કે જેનો સંસારનો પાયો જ્ઞાનીઓએ હલાવ્યો હોય, તેણે પણ અનંતકાળથી સંસારની ચીજોનો આસ્વાદ લીધો છે, માટે એ પણ ઢળી પડે : મહેનતથી જે પાયો દાદરો બનાવ્યો હોય, તે પાયાને પેલો સિમેન્ટ પૂરનારો મજબૂત કરે છે. આ જ કારણે ઉત્સુત્ર - સૂત્રવિરુદ્ધ ભાષણ કરનારાઓ માટે જ્ઞાની પુરુષોએ સંઘ બહારનું શાસન રાખ્યું છે : અને એ સૂચવે છે કે સિમેન્ટ પૂરનારા શ્રી જિનશાસનમાં જોઈતા નથી. મહામુશીબતે સંસારને ભુલાવી પ્રભુમાર્ગ તરફ દૃષ્ટિ વાળી હોય, ત્યાં પેલો આવીને એક હચરને સાફ કરે, એ કેટલું ભયંકર પાપકર્મ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org