________________
1117 – ૨ ઃ ગૃહીંધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - ૩૧ વૈરાગ્યથી નથી રોતા, માટે ત્યાં રહીને જ રુએ છે. વ્યવહારનો કાયદો કે સગા સ્નેહીને બાળવા સ્મશાને જવું જોઈએ, પણ જો એમ લાગે કે સ્મશાને જવાથી ઘરને સીલ લાગે તેમ છે, તો તાવ લાવીને પણ ત્યાં સૂઈ રહે, ન જાય. ઢોંગ એવો કરે કે બીજાઓને પણ કહેવું પડે કે “તમે ન આવશો.' પછાડ ખાય અને તે પણ ત્યાં પછાડ ખાય કે જ્યાં નિધાન હોય અને મુડદા જેવો થઈ જાય. ત્યાં પડ્યો પડ્યો રુએ, હાય મા હાય બાપ કરે, આવા મોહાસક્ત જીવોને ખસવાની વાત કરો તો નહિ ખસે, કારણ કે ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે એ સમજવું નથી અને અનુભવાય તે છતાં માનવું નથી. ઊલટું શાસ્ત્ર ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે છે, તેથી આજના અજ્ઞાન અને સંસારરસિકોને તો મૂંઝવણ થાય છે કે આવા ભયંકર શબ્દો ? પણ તેવાઓને એ ખબર નથી કે આ નાશવંત શરીરના ચિકિત્સકોને પણ કેટલીક વખત કેટલાક રોગીને કહેવું પડે છે કે બચવું હોય તો વિલાસભવનમાં ન જવું: તારે માટે વિલાસભવન એ વિનાશભવન છે.” શરીરના ચિકિત્સક જો આવું કહે, તો અનંતકાળથી રૂલેલા અને રૂલતા આત્માઓને બચાવવા માટે જ્ઞાનીઓ વિષયાસક્તોના ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે, એમાં વધારે પડતું શું છે ? નાશવંત વસ્તુનો વૈદ્ય પણ વિલાસભવનને વિનાશભવન કહે, તો અનંતજ્ઞાનીઓ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે, એમાં નવાઈ પણ શી ? સોનીના સો અને લુહારનો એક :
આથી સ્પષ્ટ છે કે અંતરાયકર્મના ઉદયથી ગૃહસ્થ જીવનમાં રહેલ હોઈને એ જીવનની સાર્થકતા માટે જ ધર્મક્રિયાઓ કરવાની છે. જિનપૂજન, ગુરુસેવન, અઠ્ઠાઈ મહોત્સવ, ઉજમણાં, શાસ્ત્રશ્રવણ વગેરે એ માટે છે, પણ એ ધર્મક્રિયાઓ કરવા માટે ગૃહસ્થ જીવનમાં રહેવું જ જોઈએ એમ નથી. આ ક્રિયા અમારા વિના કોણ કરે ? માટે રહ્યા.' - એમ જેઓ કહે છે, તેઓ પૂરેપૂરા મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે શ્રી જિનશાસન કહે છે કે ધર્મપ્રેમી ગૃહસ્થો હોય તે આવા હોય અથવા તો આવા થાય : એટલે કે આવી જિનપ્રણીત ક્રિયાઓ કરે એ કહેવાય, પણ એ ક્રિયાઓ કરવા માટે ગૃહવાસમાં રહેવું જ જોઈએ એમ નથી. એટલે કે શ્રી જિનેશ્વરદેવોએ એકાંત કલ્યાણના જ હેતુ તરીકે ફરમાવેલી ધર્મક્રિયાઓ કરવી એ ગૃહવાસની સફળતા છે, પણ એ ક્રિયાઓ માટે ગૃહવાસ જીવતો રાખવો જ જોઈએ એમ નથી. આ સમજાય તો ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે, એમ બરાબર લાગે.
ગૃહસ્થપણામાં થતો ધર્મ પ્રશસ્ત છે, પણ ગૃહીલિંગ કાંઈ પ્રશસ્ત નથી : એ આશ્રમ અને એ સ્થાન પ્રશસ્ત નથી. મુનિ પણ જે સંસારમાં છે તે સંસાર પ્રશસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org