________________
૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત 72
‘સોનીના સો અને લુહારનો એક' - આ એક દુનિયાની કહેવત છે, કારણ કે - લુહારનો ઘણ જબરો હોય છે. સોનીને તો એ૨ણ જોઈએ અને પેલાને તો એરણ પણ ન જોઈએ. એને તો એક અણઘડ મજૂર જોઈએ. સોનીને તો એરણ જોઈએ, નાનીશી હથોડી અને જાતે પોતે ધીમે ધીમે કુશળતાપૂર્વ ઘાટ ઘડે ત્યારે જ ઘડાય. એ રીતે શાસનમાં રહેનાર સોની જેવા અને શાસન ઉખેડનાર લુહારના અણઘડ મજૂર જેવા. સોનીએ મહામુશીબતે ઘડ્યો હોય, ત્યાં લુહારના અણઘડ મજૂ૨નો એક ઘણ પડે તો ધૂળધાણી જ ! માટે એ ઘણનો ઘા ન પડે એની જ કાળજી રાખવાની.
1119
‘ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે, દુનિયામાં દુઃખ છે.’ આવું માનતા મનાવતા હોય, ત્યાં એક એવો ભયંકર નાદ થાય કે દુનિયામાં મહાસુખ, એટલે એકદમ હરણિયાં ભાગે. અહીં વૈરાગ્યની વાત ચાલતી હોય અને તેમાં સંસા૨૨સિકોનું ચિત્ત માંડમાંડ ચોટ્યું હોય, ત્યાં બહારથી શ્રૃંગારના ધ્વનિ આવે કે વૈરાગ્ય કથનમાં રહે અને મોઢું ત્યાં ફરે. ‘લક્ષ્મી અસાર છે અને ચંચળ છે’ એમ અહીં કહેવાતું હોય, ત્યાં નોકર આવીને કહે કે ‘તાર આવ્યો અને આટલા ગયા’ – તો પેલું સાંભળેલું કહેનારના કથનમાં રહે અને પેલો દોડે. જો કે ધર્મ પામેલો આત્મા તો કહી દે કે અત્યારે એ વાત નહિ, પણ એવા ધર્મરસિક કેટલા ? શ્રી જિનમંદિરમાં અને ઉપાશ્રયમાં નિસીહી કહીને આવો છો, પછી ઘરની વાત સંભળાય જ નહિ : પણ મંદિર તથા ઉપાશ્રયથી બહાર નીકળીએ ત્યાં સુધી ઘરના સમાચાર આપવા આવવું નહિ, એવું કહીને કદી પણ ઘેરથી આવ્યા છો ? જો ના, તો તમારી નિસીહી પોલી કે નક્કર ? ‘નિસીહિ નક્કર બનાવો' એટલો ઉપદેશ પણ બરાબર પાળો, તો પણ ગૃહવાસ જેવો દુઃખરૂપ છે તેવો લાગે.
૩૩
હૃદયમાંથી ગૃહવાસ સુખરૂપ છે એ માન્યતા નીકળે, તો જ વાસ્તવિક રીતે આ ધર્મની વાત પ્રવેશે : કારણ કે બદબૂ ખાલી થાય તો જ ખુશબૂ આવે. નિસીહિનું વિધાન સંસારની રસિકતારૂપ બદબૂ બહાર મૂકીને આવવા માટે છે, કે જેથી અનંતજ્ઞાનીઓએ ફરમાવેલ ત્યાગ અને વૈરાગ્યની રસિકતારૂપ ખુશબૂનો અનુભવ થાય. આજે વૈરાગ્યરૂપી ખુશબૂનો અનુભવ થતો નથી એ શાથી ? એથી જ કે સંસારરસિકતારૂપ બદબૂ ભેગી રાખી છે. માટે જો સાચા વૈરાગ્યનૌ ખપ જ હોય, તો ઘરથી એમ કહીને આવો કે ‘મંદિર તથા ઉપાશ્રયમાં મારે બીજા સમાચાર સાંભળવાના નથી માટે કોઈએ પણ બીજા સમાચાર આપવા આવવું નહિ.’
સભા : ખાસ કામ હોય તો ત્યાં બેઠો છું, એમ કહીને આજ તો અવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org