________________
૩૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
ii0. હું એ જ સમજાવી રહ્યો છું અને એ સમજાવવા માટે કહું છું કે શ્રી જિનેશ્વરદેવની વાણી હૃદયમાં પેસતી નથી અને સંસારની અસારતા સમજાતી નથી, એનું કારણ એ જ છે કે બદબૂ સાથે છે.
સભા : નિશીહિનો અર્થ શો ?
દુનિયાની બધી ક્રિયાનો નિષેધ. એ બધી વસ્તુના જ્ઞાતા બનેલા શ્રાવક તો એવા હોય કે ભલભલા સાધુને પણ જો તે પતિત અવસ્થામાં આવવા જેવી સ્થિતિમાં જણાય, તો તેને માર્ગની સ્થિતિમાં ટકાવે. શ્રાવક કદી જ ખોટી વસ્તુમાં ન દોરાય. વિચારો તો ખરા કે જેને સંસારની અસારતા જશે, તેની હાલત કઈ અને કેવી હોય ? પણ આજે જ્યાં સંસારમાં સુંદરતા જચી હોય, ત્યાં અસારતા જચે જ શાની ? રુદન પણ પ્રશંસાપાત્ર !
આથી જ ઉપકારીઓ કહે છે કે વિષયાધીન વ્યક્તિએ આસક્તિને લઈને ધર્માચરણને યોગ્ય હોવા છતાં પણ ગૃહવાસને તજવાને સમર્થ નથી થતા : એટલું જ નહિ પણ આપત્તિઓના પ્રસંગે પણ ત્યાં રહીને જ દીનતાથી રાડો પાડે, પણ એક કદમે ખસે નહિ.
કોઈ મરે ત્યારે એને રોવું આવે, પણ ત્યાંથી ખસવાની ઇચ્છા તો ન જ થાય. તમારી વાતમાં અંશે હાજી મેળવવા ખાતર રોવું આવવું જોઈએ એ હું પણ કહું છું, પણ કેવું રોવું આવવું જોઈએ ?, એ વિચારો ! કારણ કે હું કેટલો પામર ! મારી નજર આગળ અનિચ્છાએ આટલા આટલા ચાલ્યા જાય છે ! પણ હું આ મોહજાળમાંથી નીકળી શકતો નથી !” આ ભાવનાએ આંસુ આવે તો એ રોવામાં વાંધો નથી. પણ ત્યાં રહીને રૂઓ, ત્યાં રહેવા માટે જ રૂઓ, એ રોવાનો તો નિષેધ જ છે. બાકી ત્યાંથી નીકળવા માટે રોવાની તો રજા છે, છૂટ છે. આવો સમયધર્મ કોઈ કહેતું હોય તો એ સમયધર્મ મંજૂર છે. ત્યાંથી ખસવાની ભાવનાએ રોવું. એ એ સમયને માટે યોગ્ય છે : પણ સાધન તૂટ્ય, પોતાના સાધનમાં ત્રુટી આવી માટે રોવામાં સમયધર્મ નથી, એમ હું સ્પષ્ટપણે જાહેર કરું છું. “મને આવું જોતાં છતાંય નીકળવાની ભાવના નથી થતી' - આ ભાવનાથી રોવું આવે એ તો જરૂર સમયધર્મ છે : કારણ કે શ્રી જિનાજ્ઞાનો વિરોધ નથી : એનું કારણ એ છે કે તે તે સમયે તરવા ને તારવાને યોગ્ય ક્રિયા કરાય તે સમયધર્મ. રોવું એ આર્તધ્યાન છે, પણ ન છૂટી શકતું હોય તેને છોડવાને માટે રોવું, એ તો એક રીતે ધર્મ છે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને શોક થયો, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org