________________
૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત
પણ કર્મક્ષય માટે થયો. કારણ કે એ રોવામાં પણ સંસારથી છૂટવાની જ ભાવના હતી. સમ્યગ્દષ્ટિના શોકમાં તો કર્મ શેકાય. સમ્યગ્દષ્ટિ એવો શોક કરે કે જેમાં આત્મા ન શેકાય પણ આત્મહિતની આડે આવતાં કર્મ જ શેકાય. હવે વિચારો કે તમે બધા મરનારાની પાછળ કઈ ભાવનાએ રુઓ છો ? સ્વાર્થની ભાવનાએ કે કોઈ કલ્યાણની ભાવનાએ ? તમારી બધી ક્રિયા વખાણીએ, પણ આશયમાં પલટો થાય તો ! પણ સંસારરસિક આત્માઓમાં એવો પલટો થવો જ અશકય હોય છે એ જ કારણે ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે આ તો એવા છે કે ત્યાં રહ્યા છતાં રહેવા માટે જ રુએ છે. એના ઉપર આવેલું વિઘ્ન ટાળવા માટે રુએ છે. જીવનમાં આવેલી ત્રુટી માટે રુએ છે : ‘મારું શું થશે ?’ એ વિચારે એ છે : અને તે એવા રુએ કે સાંભળનારને પણ દયા આવે : પણ કયા સાંભળનારને દયા આવે ? કહેવું જ પડશે કે અજાણ સાંભળનારને દયા આવે, પણ વસ્તુસ્થિતિના જાણકારને તો દયા ન જ આવે. તમે કયાં નથી જાણતા કે બહારગામથી સ્ત્રીઓ રોવા આવે ત્યારે મરનારને ત્યાં સ્ત્રીઓ ભેગી થાય. અને ભેગી થાય તે વખતે તો હસે, બોલે અને વાતો કરે, પણ પેલી સ્ત્રીઓનો અવાજ કાને આવે કે તરત જ રોવા માંડે અને રોવા સાથે ગાયન ચાલે. તો વિચારો કે હસવામાંથી એકદમ રોવું આવ્યું કચાંથી ? કહેવું જ પડશે કે એ રોવામાં સત્ય નથી પણ ઢોંગ છે. આથી જ સમજનારને તો રોનારની દયા ન આવે, પણ એવી જ દયા આવે કે ‘આ અજ્ઞાન લોકો એકમાંથી બીજું પાપ ક્યાં ઊભું કરે છે ?' કારણ કે મરનારની પાછળ ખોટી રીતે રોવું એ આર્તધ્યાન છે, પાપ છે. એમાં પાછું રોવું નથી આવતું છતાં રોવાનો દંભ કરવો, એ નવું પાપ કયાં ઊભું કરે છે ? આવનાર સ્ત્રીઓને પણ આંખમાં આંસુ લાવતાં અરધો કલાક જોઈએ. ખરેખર, આંસુ લાવવાની કળા છે હોં ! જૂના પૂર્વજોને સંભારે, આપત્તિને સંભારે ત્યારે આંસુ આવે. ગાયનમાં સાત પેઢીઓને સંભારે. એવું એવું સંભારે કે જેથી મુશીબતે આંસુ આવે. સ્ત્રીઓને આ કળા શીખવી પડે છે, કારણ કે જેને રોતાં ન આવડે એની એવા સ્ત્રીસમાજમાં કિંમત નથી ગણાતી ! રોવામાં જે હોશિયાર હોય એને જ ત્યાં આગેવાનીભર્યું સ્થાન અપાય છે ! !
1121
Jain Education International
-
For Private & Personal Use Only
72
ખરેખર, અજ્ઞાન અને મોહવિકળ દુનિયામાં એવી કુરૂઢિઓ પ્રવેશી છે કે જો તેને વખાણાય તો પાપમાં પાવરધા બનેલા આત્માઓ પાપથી સર્વથા બેપરવા બને એટલે પછી પાપની સીમા જ ન રહે. આથી જ એવા ઢોંગી આત્માઓ તો એક રીતે દયાપાત્ર નથી, પણ કોઈ બીજી જ વસ્તુના પાત્ર છે ! બાકી એક રીતે તો સંસારમાં રૂલતા સઘળાય આત્માઓ દયાપાત્ર જ છે, પણ જે પ્રભુશાસનને
૩૫
www.jainelibrary.org