________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
112
પામેલા આત્માઓ સંસારની અસારતા સમજીને, નાશવંત પદાર્થને નાશવંત સમજીને, પોતાનાથી છુટાતું નથી એ કારણે રૂએ છે, તે આત્માઓ તો ખરે જ એક રીતે પ્રશંસાને પાત્ર છે : કારણ એ રુદન વાસ્તવિક રૂદન જ નથી, પણ પાપરૂપ સંસારથી છૂટવાનો એક ઉપાય છે. દુઃખને ભોગવતાં શીખો !
સભા : ઢોંગથી રોવાની ક્રિયામાં દિલાસો દેવા જનાર પાપના ભાગીદાર ખરા ?
શુદ્ધ હૃદયથી અને સાચો દિલાસો દેવા જનારા પાપના ભાગીદાર નથી થતા, કારણ કે તેઓ તો મોહથી અગર દેખાવ કરવામાં જ વ્યવહારકુશળતા માનનારાઓને સાચી શિખામણ આપવા જાય છે : અને એમ કરવું એ તો ગૃહસ્થ તરીકે એક શોભારૂપ વસ્તુ છે. માટે જ કહું છું કે મરનારના ઘેર બેસવા જવાના રિવાજનો આશય સમજો અને વિચારો કે શા માટે બેસવા જવું ? એટલા જ માટે કે આર્તધ્યાનથી બળતા હૈયાને ધર્મભાવનાથી ઠારવા માટે !મોહથી મૂંઝાતાને પણ બેસવા જનાર સમજાવે કે “શ્રી તીર્થંકરદેવ જેવા પણ મરણને શરણ થયા, તો તમે - અમે કોણ ? એક દિવસ તમારે તથા અમારે પણ જવાનું જ છે, માટે આ રીતે રોવું એ પાપ છે. જો દુ:ખ જ લાગતું હોય તો સંસારની મમતાથી છૂટવાની પેરવી કરો. એ માટે યોગ્ય સાધનની જરૂર હોય તો સાધર્મિક તરીકે પેરવી કરીએ.” પણ કહોને કે આમ કહેવામાં તો ખિસ્સામાંથી કાઢવું પડે છે. ખરેખર, આજે તો ચાંલ્લાના બે રૂપિયા પણ ત્યાં જ આપે, કે જ્યાંથી રીતસર આવે તેમ હોય ! આથી હું કહું છું કે સરખા બનવા ત્યાં બેસવા ન જાઓ, પણ સારા બનીને એમના આર્તધ્યાનને રોકવા ખુશીથી જઈ શકો છો અને તેમ ન કરી શકો તો બેસવા જાઓ પણ નહિ અને બોલાવો પણ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનારાના રિવાજોમાં પાપની વાસના ન જ હોવી જોઈએ. જેઓ પાપની વાસના જીવતી અને જાગતી જ રાખવા માગે, તેઓમાં શાસન પરિણમ્યું નથી એમ જ કહેવું ને માનવું પડે ! કારણ કે મરજી મુજબ નાચવામાં ધર્મ મનાય, એવું શ્રી જૈનશાસનમાં ચાલે તેમ નથી. પણ આજે તો મરે એના ઘરના આદમી જો ધર્મક્રિયા કરવા જાય, તો બેસવા જનારા મશ્કરી કરે ! એટલું જ નહિ પણ બજારમાં આવે એનો વાંધો નહિ, એ ખાય નહિ તો ખવરાવવા જાય, “ખાઓને, ખાઓને' કહી ખવરાવે, પણ ધર્મક્રિયાનો પ્રતિબંધ !
પતિ મરી જાય એટલે સ્ત્રી માટે તો ધર્મક્રિયાનો ઘોર અંતરાય અને ચૂલો વગેરે કરવામાં તો હરકત નહિ ! કારણ કે એ, બધું કર્યા વિના ચાલે જ નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org