________________
1123 – ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 – ૩૭ ઘરે તો દેરાસર આજ કાલ હોય જ શાનું અને એનાથી ગમે તેમ પણ દેરાસરે તો ન જ જવાય, કારણ કે જો દેરાસર જાય તો ગામની ડોશીમાઓ પણ નિંદા જ કરે અને કહે કે “છે કંઈ લજ્જા !” કહો અને વિચારો કે આ કેવી ભયંકર દુર્દશા ! - શ્રી જૈનશાસનમાં વૃદ્ધ કોણ કહેવાય?સમજી લો કે ધોળા વાળવાળા નહિ પણ ધર્મવૃદ્ધ હોય તે જ ! શ્રી જિનશાસનમાં તો ધર્મનું સ્વરૂપ સમજ્યા હોય તેની જ પાછળ જવાય એવો કાયદો છે. પણ ધર્મથી અજ્ઞાન હોય તે છતાં પણ સો વરસના છે એ જ કારણે એની પાછળ જવાનો કાયદો આ શાસનમાં નથી. શ્રી જૈનશાસનમાં જાડા, લાંબા અને પહોળા હોય તે જ મોટા નથી, પણ પ્રભુમાર્ગને અખંડપણે પામ્યા હોય અને પામ્યા પછી પણ તે માર્ગને બાધા ન આવે તેમ વર્તે તે મોટા છે. - વધુમાં આ ઉપકારી ફરમાવે છે કે વિષયાધીનો તો આપત્તિ આવે ત્યારે રુએ પણ શું ? એ જ કે તેમાં માબાપને યાદ કરે અને ભાગ્યને ઠપકો દે. પણ શ્રી જિનેશ્વરદેવો તો ફરમાવે છે – અશુભોદય વખતે એ માબાપ તો કંઈ જ નહિ કરી શકે. જો બહુ સ્નેહી માબાપ હશે તો પાસે બેસીને રોશે અને દુઃખમાં વધારો કરશે. વળી ભાગ્યને ઉપાલંભ દેવો એ પણ નકામો છે, કારણ કે ભાગ્ય ફૂટેલું કહે છે, પણ ફોડ્યું કોણે ? પોતે જ કે કોઈ બીજાએ ? પાપ બાંધનાર પણ આત્મા પોતે જ છે ને ? પોતે જ બાંધેલા પાપને ઉદયમાં આવતાં જે ઠપકો દે તે ડાહ્યો કે મૂર્તો ? ડાહ્યા આત્માએ ઉદયમાં આવેલા પાપને ભોગવતી વખતે મૂંઝાતા આત્માને કહેવું જોઈએ કે બાંધ્યું છે તે સહો. રાજીથી સહશો તોયે સહેવું પડશે અને રોઈને સહશો તોયે સહેવું પડશે. માટે એવી રીતે સહેવું કે જેથી એ અશુભ જાય અને નવું અશુભ ન બંધાય. આપત્તિ એવી રીતે સહેવી જોઈએ કે એક આપત્તિ અનેક આપત્તિને ટાળે. પણ આપત્તિને એવી રીતે ન જ વેઠવી જોઈએ કે જેથી બીજી અનેક આપત્તિઓ ઊભી થાય. આજે તો એક તકલીફને કાઢવા સેંકડો પાપોને વધાર્યો જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફના આંકડા વચ્ચે જ જાય. પ્રભુનું શાસન પામ્યા પછી પણ જો આની આ જ દશા કાયમ રહે, તો તો કહેવું જ જોઈએ કે શાસન જે રીતે પરિણામ પામવું જોઈએ તે પામ્યું નથી. એ ગમે તેમ હો, ઉપકારીઓના કથન મુજબ એ અનુભવસિદ્ધ જ છે કે દુનિયાના જીવો કર્મને હાથ જોડીને જ ઊભા રહે છે, પણ સમ્યગ્દષ્ટિ આત્માએ તો કદી જ કર્મને હાથ ન જોડવો જોઈએ. જ્યારે તમે તો તેની સમક્ષ ગુલામ જેવું વર્તન કરો છો તેનું શું? તમારે સમજી જ લેવું જોઈએ કે કર્મ હસાવે તો હસવું અને રોવરાવે તો રોવું તથા એ જેમ નચાવે તેમ નાચવું, એ સમ્યગ્દષ્ટિ આત્માનું કામ નથી જ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org