________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ
સભા : આવેલું ભોગવવું એ તો આપ પણ કહો છો જ ને ?
એટલું યાદ રાખો છો, પણ કઈ રીતે ભોગવવું એ યાદ નથી રાખતા એનું શું ? યાદ રાખો કે સમ્યગ્દષ્ટિ આત્મા શુભોદયમાં પણ લીન ન થાય, કેમ કે લક્ષ્મી આદિને તે અસ્થિર, અસાર અને આત્મહિતમાં નુકસાન કરનાર તરીકે માને છે. અને એવી જ રીતે અશુભના ઉદયે આપત્તિ આવે તો પણ તે શાંતિપૂર્વક સહે અને અશુભ કર્મને કહી દે કે ‘આવી જા અને હિસાબ ચૂકવ.’ પૌદ્ગલિક કારણે ઇરાદાપૂર્વક ભયને આમંત્રણ કરવું નહિ, પણ કલ્યાણની સાધનામાં ભય સો ગાઉ છેટે હોય અગર આવી પડે એથી ધ્રૂજી ઊઠવું, એ સમ્યગ્દષ્ટિનું કામ નથી.
જતી લક્ષ્મીને તો ત્યજતાં શીખો !
૩૮
‘અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈએ' એમ જે સમજે, તે ભયને સાંભળીને શિથિલ કદી જ ન બને. પણ ખરેખર, આજની કોઈ સ્થિતિ ઓર છે : કારણ કે આજે જો કોઈ સામાન્ય જ્ઞાની આવીને કહે કે છ મહિને તમે ભિખારી થવાના છો, તો ખરેખર આજથી જ તમે તેવા થઈ જાવ. પણ એ દશા જ ખરેખર ધર્મી તરીકે શોભારૂપ નથી : એટલું જ નહિ પણ લજ્જાસ્પદ છે. એવે સમયે તો સમ્યગ્દષ્ટિ આત્માએ પોતાની સઘળી શક્તિનો સદુપયોગ કરી, પ્રભુધર્મની આરાધનામાં એકદમ રત થઈ જવું જોઈએ. એ માટે દૃષ્ટાંત તરીકે કહેવાય છે કે - લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કોઈ એક શેઠને સ્વપ્નમાં કહ્યું કે -‘તારું પુણ્ય પરવાર્યું છે. હું દશ દિવસમાં જઈશ.' શેઠ જરા મૂંઝાયા પણ ખરા : પણ પ્રભુમાર્ગને પામેલા હતા એટલે એ પુણ્યશાળીએ વિચાર્યું કે ‘જવાની તો છે પણ એ એની મેળે શાની જાય ? હું એને કાઢું. જતીને જવા દેવી એમાં કશી જ નવાઈ નથી, પણ કાઢવી એમાં નવાઈ છે તો હું જ કેમ ન કાઢું ?' એ વિચારથી કુટુંબને ભેગું કર્યું અને કહ્યું કે ‘આજથી દશમે દિવસે લક્ષ્મી જવાની છે અને આપણે ભિખારી બનવાના છીએ, માટે જો સાચા શ્રીમાન રહેવું હોય તો એક રસ્તો છે તે જતી એને જવા ન દેવી પણ છોડી દેવી !' વાત પણ ખરી છે કે લક્ષ્મીને ચંચલ અને અસાર સમજી, તેની ઉપરની મૂર્છા તજવા માટે : છોડી દેનારને જગત ઉદાર, ત્યાગી, દાતાર કે પ્રભુમાર્ગને પામેલ અને પૂજ્ય પણ કહે છે, તથા પગે પણ લાગે છે જ્યારે લક્ષ્મી જાય ત્યારે તો જેની જાન જાય તેને દીન, દરિદ્ર, બિચારો અને કમનસીબ એમ કહે છે. તથા વધુમાં જગત એમ પણ કહે કે - પાપની લક્ષ્મી હતી એટલે જાય જ ને ? કુટુંબે પણ શેઠની મરજી મુજબ હા કહી, એટલે સઘળીય
:
Jain Education International
1124
For Private & Personal Use Only
www.jainelibrary.org