________________
૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81
ઘણા કહે છે કે ‘અમને પ્રભુના વચન ઉપર એકદમ રાગ થતો નથી’ - પણ એમાં નવાઈ શી ? એમને રાગ ન જ થાય, પ્રભુનાં વચન એટલે આગમ ઉપર રાગ ન જ થાય, કેમ કે જેને સંસારના રંગરાગાદિ અને મોજમજા ગમે એને પ્રભુનાં વચન ન જ ગમે. જેને પ્રતિપક્ષની વસ્તુ સારી લાગે તેને આ ન ગમે એમાં નવાઈ શી ? તાવ આવે એને મીઠાઈ કડવી જ લાગે. જેને સંસારની અસારતા સમજાતી નથી, જેના હૃદયમાં સંસારનું દુઃખ ઊતરતું નથી, તેનો સંસાર ઉપરથી રાગ ઘટતો નથી અને એના ઉ૫૨થી રાગ ઘટે નહિ ત્યાં સુધી પ્રભુના વચનરૂપ આગમ ઉપર રાગ થાય, એટલે એવાઓ હૃદયપૂર્વક ધર્મક્રિયા કરે એ માનતા જ નહિ. કદાચ કોઈ કરે તો તે પણ માત્ર રૂઢિથી જ !
1281
આ સ્થળે એક ખુલાસો કરવાની જરૂ૨ છે અને તે એ કે એ રૂઢિની પણ અવગણના ન કરાય, કારણ કે એવી રૂઢિમાંથી કદાચ કોઈને રોહણ થવાનો સંભવ છે. લજ્જાથી પણ જે આવે છે તેનામાં પણ સુધારો થવાનો સંભવ છે, એમાં સુધારાને અવકાશ છે. જેમ રૂઢિ ખાતર આવનારની અવગણના ન થાય, તેમ એને પંપાળાય પણ નહિ; રૂઢિની ખામી માટે ટોકણી તો કરવી જ પડે. નથી આવતા તેના કરતાં આવનાર સારા, પણ આવનારા ગમે તેમ હાંક૨ે રાખે એ નિભાવાય નહિ. ન આવે એ તો બિચારા કમનસીબ છે, પણ આવનારાએ તથા સમયનો ભોગ આપનારાએ તો સાધવું જોઈએ ને આવનારા પણ નિર્વેદ તથા વૈરાગ્યનો છાંયો ન લે, એ કેમ જ ચાલે ?
૧૯૫
મુનિમાં તથા સમ્યગ્દષ્ટિમાં, બેયમાં નિર્વેદ તથા વૈરાગ્ય હોય જ : ભલે ઓછોવત્તો, પણ હોય જ. નિર્વેદ એટલે સંસારની અસારતા લાગે અને વૈરાગ્ય એટલે એ ખોટો સંસાર કચારે છૂટે એમ થાય. સમ્યગ્દષ્ટિની વાત તો આવી રહી પણ મિથ્યાદષ્ટિ એવા માર્ગાનુસારીને પણ પ્રમાણમાં નિર્વેદ તથા વૈરાગ્ય હોય. એને પણ ભવ પ્રત્યે અબહુમાન હોય. અને જ્યાં ધર્મ સાંભળવાનું મળે ત્યાં એ દોડે. ભવ પ્રત્યે અબહુમાન એ નિર્વેદનો અંશ, અને ધર્મ મળે ત્યાં દોડવું એ વૈરાગ્યનો અંશ, એનો અનુભવ એમ જ કહે કે સંસાર અસાર છે : એને એમ લાગે કે સંસારમાં રાચવુંમાચવું એ વાજબી નથી. તત્ત્વની પરીક્ષાના અભાવે હજી એનામાં સમ્યક્ત્વ ન હોય. સાચા-ખોટાનો વિવેક એનું જ નામ સમ્યક્ત્વ. નિર્વેદ તથા વૈરાગ્ય એ ધર્મનો પાયો છે. એને આઘો કેમ જ મુકાય ? જે નિર્વેદ તથા વૈરાગ્ય માર્ગાનુસારીમાં હોય, તે જો સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ તથા સર્વવિરતિ ગણાતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org