________________
૧૯૯૫
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
12:2
પણ ન દેખાય તો એના જેવું દેવાળું કયું ? સર્વવિરતિ સંસારના નામથી ધ્રુજે, દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યે એને રાગ ન હોય, દેશવિરતિ પણ સંસારના નામથી કંપે અને દુનિયાના કોઈ પણ પદાર્થને પણ રાગથી ન સેવે તથા સમ્યગ્દષ્ટિની પણ એ જ હાલત હોય, એટલે કે એ સંસારને પણ ખોટો માને અને સંસારની જે કાર્યવાહી સેવે તેને પણ ખોટી માને.
સભા : માનતા જાય ને કરતા જાય તો શું વાંધો ?
કહે તે મુજબ માનતા હોત તો પણ આટલો રસ ન હોત. માનનારો એ કામ રસપૂર્વક કરે જ નહિ. સ્નેહીના શબને બાળવાની ક્રિયા જે રીતે કરાય, તે રીતે સમ્યગ્દષ્ટિ સંસારની દરેક ક્રિયા કરે. ખોટાને ખોટું માને અને કરે તે પણ કરવા માટે નહિ પણ કરવું પડે છે માટે કરે અને તે પણ કંપતે હૈયે કરે ! આથી સમજો કે નિર્વેદ તથા વૈરાગ્યની ઉત્પત્તિ વિના ધૂનન થઈ શકે તેમ નથી.
સામાન્ય કોટિના નિર્વેદ તથા વૈરાગ્ય વિના પ્રભુનો માર્ગ પચશે નહિ, માટે આત્માની સાથે રોજ એ વિચારો કેળવો. નિર્વેદ તથા વૈરાગ્ય એ ધર્મ પામવાનું પ્રબળ સાધન છે. પોતામાં નિર્વેદ તથા વૈરાગ્ય છે કે નહિ, એની રોજ પરીક્ષા કરો. દુન્યવી પદાર્થો પર નિર્વેદ તથા વૈરાગ્ય કેટલા પ્રમાણમાં જન્મ્યો, તેની રોજ તપાસ કરો. પ્રભુના શાસનમાં આવનારા માટે, એ શાસનમાં પ્રવેશવા માટે તો નિર્વેદ તથા વૈરાગ્યની જરૂર છે. ભલે સમ્યગ્દષ્ટિ જેટલો નહિ તો પણ માર્ગમાં આવવા જેટલો તો તે જોઈએ. પ્રભુ કહે છે એ ઠીક છે, એટલા પૂરતો તો સદ્ભાવ તેનામાં જોઈએ, પણ ત્યાં જ મીંડું હોય તો ન જ પમાય ! મિથ્યાષ્ટિ પણ તપસ્વી થાય છે ત્યાં નિર્વેદ તો ખરો, દુનિયાના પદાર્થોમાં વિરાગ તો ખરો, પણ એનું સાધ્ય પાછું એ જ પદાર્થો માટે હોઈ એ મિથ્યાત્વ ગણાય છે. એનો તપ કાયકષ્ટ કેમ ? એના ત્યાગ વગેરેને એવી કોટિમાં કેમ ગણ્યા ? એથી જ કે જેનો એ ત્યાગ કરે છે તેને જ મેળવવાની એની ભાવના છે ! માટે એ નકામા અને એથી જ આપણે કહીએ છીએ કે સમ્યગ્દષ્ટિ જે તજે છે તે એ મેળવવા માટે નહિ ! આથી સમજો કે ધર્મદ્વારમાં આવવા માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે.
જેને ધર્મ ઉપર રાગ છે, તેના માટે પણ જો વિચારીએ તો ઘણી વખત એવું બને છે કે દુનિયાની કોઈ ચીજ ઉપર રાગ થાય, વિશેષ રાગ થાય, ત્યારે જો શાસ્ત્રવચન આડે આવતું હોય તો કદાચ શાસ્ત્ર ઉપર અરુચિ તો ન થાય, પણ “કાંઈ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org