________________
1225
- ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81
– ૧૯૭
નિભાવી લો' એમ અવશ્ય થાય છે. ખોટું માનવા છતાં આવી દશા સમજનારની પણ થાય છે, તો ન પામેલા આથડે એમાં નવાઈ શી? પામ્યા છતાં પામનારાને મૂંઝવણ થાય છે તો પેલાને તો આવવામાં જ, શાસનના દ્વારમાં પ્રવેશવામાં જ મૂંઝવણ થાય. અમુક વ્યક્તિ આમ કેમ બોલે છે ?' એમ થાય, પણ એ એમ બોલે એમાં નવાઈ નથી, કારણ કે વસ્તુ પામ્યા વિના એમ થવું એ સહજ છે. આથી જ કહેવું પડે છે કે સાચા જૈન બનતાં પહેલાં નિર્વેદ તથા વૈરાગ્યના પાઠ શીખવા પડશે. આ વાત સમજાય તો એક પણ પાપ પ્રેમપૂર્વક ન થાય. પાપને અને પાપના વિપાકને સમજનારથી એક પણ અનુચિત પ્રવૃત્તિ ન થાય.
કેટલાક કહે છે કે “અધર્મી આમ કરે તો ધર્મ કેમ ન કરે ?' સમજવું જોઈએ કે અધર્મી તો બધું જ કરે પણ ધર્મથી અનુચિત કંઈ જ ન થાય. “ગૃહસ્થ આમ કરે છે તો અમે કેમ ન કરીએ ?' આવું અમારાથી - મુનિથી કેમ જ કહેવાય ? અધર્મી જેવું ધર્મીથી ન જ થાય. શાસ્ત્ર બેયની મર્યાદા બાંધી છે. ધર્મીને એ મર્યાદા રાખ્યા વિના ચાલે ? જેટલે અંશે મર્યાદા જાય તેટલે અંશે હાનિ કોને ? મર્યાદા તજવાથી ધર્મીને એકલાને હાનિ થતી હોત તો ઠીક, પણ ધર્મને હાનિ થાય છે. અમારી તથા તમારી ભૂલનો નતીજો દુનિયાદારીની દૃષ્ટિએ મને તથા તમને ભોગવવો પડતો હોત તો વાંધો નહોતો ? અમારી તથા તમારી કિંમત નથી, પણ જેનો આશ્રય છે એ ધર્મને કલંક લાગે તો એનો વાંધો છે. સારી પેઢીનો મુનીમ ગમે તેમ કરી આવે, તો પણ નાણાં ન ભરાય તો આબરૂ કોની જાય ? એક વાર તો આબરૂ ખાતર પણ એ વેપારીને નાણાં ભરવાં પડે, પછી ભલે મુનીમ સામે પગલાં ભરવાં હોય તો ભરે, તેમ અમારી તથા તમારી ભૂલથી ધર્મ વગોવાય નહિ, એ માટે સાવધ રહો.
ધર્મીએ ખોટા આવેશમાં કદી જ ન આવવું જોઈએ. એવા આવેશ વખતે કોઈ પણ ક્રિયા ન કરવી જોઈએ. એવા આવેશ વખતે ખાવુંપીવું પણ ન થાય. આવેશ વખતે બેઠા ત્યાંથી ઉઠાય પણ નહિ. વ્યવહારમાં પણ કૂવામાં પડવાની ભાવનાવાળો આવેશમાં આવીને દોડે તો તે કૂવામાં પડે, પણ કાંઠે જઈને જરા જુએ કે કેટલો ઊંડો છે તો ન પડે. કૂવામાં પડવાના આવેશવાળાને કહેવાય કે ભાઈ ! કેટલો ઊંડો છે એ જો !' એ જ રીતે આવેશ વખતે ચૂપ થવું, પછી સારાસારનો વિચાર કરી કામ કરવું, એ જ હિતાવહ છે.
સભા : કેટલાક આવેશ સારા પણ ખરાને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org