________________
૧૯૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
12%
ધર્મના આવેશ પ્રશસ્ત. વૈરાગ્ય આવે ત્યાં ઝટ પાઘડી ઉતારવી. ત્યાં વિલંબ ન કરાય. શુભ કામના આવેશ વખતે વિચાર કરવા ન થોભાય. અશુભ કામનો વિચાર આવે ત્યાં સો ગરણે ગાળીને પાણી પીવું. કોઈને મારવાના કે કોઈનું ભૂંડું કરવાનો વિચાર આવે ત્યાં થોભવું, સો વિચાર કરવા, પણ ભલું કરવાની ભાવના થઈ ત્યાં ઢીલ ન હોય. ભલું કામ તો તરત જ કરવાનું પણ ખોટું કામ તરત જ ન થાય, એ જ રીતે કોઈના ઉપર વિના કારણ અને અસંબદ્ધ ખોટા શબ્દપ્રયોગો કરવાનો નતીજો પણ શાસ્ત્ર ખોટો કહ્યો છે. સતીઓનાં જીવન વાંચીએ છીએ, ત્યાં માલૂમ પડે છે કે એ સતીઓને કલંક શાથી લાગ્યાં ? મોટા ભાગે આળ દેવાથી ! જાણ્યા વિના કોઈના માટે ફાવે તેવા શબ્દો કેમ જ બોલાય ? અજ્ઞાની તો ગમે તેમ બોલે પણ કર્મનું સ્વરૂપ સમજનાર, કર્મના બંધ તથા વિપાકની પરિસ્થિતિ જાણનાર પણ જો એમ કહે તો એ સમજણ શું કામની ? શ્રી યુગાદિ દેશનામાં એક વાત આવે છે, એ ખાસ વિચારવા જેવી છેતે મેળ નવિ કદિય સંભવે રે ?
એક શેઠ, કે જે શ્રી સર્વજ્ઞ પરમાત્માના ધર્મમાં પરમ રત હતા, તેમને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાન હતાં. શેઠે પોતાના બે પુત્રોને પરણાવ્યા બાદ યૌવન વયને પામેલી પોતાની પુત્રીને પણ પરણાવી. પરણાવ્યા પછી પોતાના શ્વસુરને ઘેર દશ દિવસ રહીને પોતાનાં માતાપિતાને મળવા માટે ઉત્કંઠિત થયેલી તે પોતાના પિતાને ઘેર આવી. એટલામાં તો એકદમ તેનો પતિ ભયંકર અને અસાધ્ય વ્યાધિની વ્યથાના ભારથી દુર્દેવના યોગે મરણ પામ્યો. એ સમાચારથી દુઃખી થયેલી અને વિલાપ કરતી તે વિચારવા લાગી કે –
દુઃસહ એવી આ બાલવૈધવ્યની વેદના મારે કઈ રીતે સહન કરવી ? અર્થાત્ મારાથી આ વેદના કોઈ પણ રીતે સહી શકાય તેમ નથી, માટે હું આ દુઃખનો એકદમ અંત લાવવા માટે મારા આત્માને અગ્નિમાં હોમી દઉં.'
આ પ્રકારના વિચાર કરવામાં મગ્ન બનેલી અને એકત્રિત થયેલ, શોકથી પીડાતાં તથા અશ્રુ સારતાં સ્વજનો દ્વારા અનુકંપાપૂર્વક જોવાતી તેણે પોતાના પિતાને કહ્યું કે –
પિતાજી ! આપ મને હવે લાકડાં આપો કે જેથી પતિના માર્ગનું અનુસરણ કરવાથી હું સતીઓની મધ્ય રેખા પામું !'
પોતાની પુત્રીનાં અજ્ઞાન ભરેલાં કથનને સાંભળીને પ્રભુ શ્રી વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org