________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
વેપારના ચક્રાવામાં ફસે નહિ, એવો ધીર બને તે જ અનુભવી. વેપારમાં ફસાય નહિ પણ એમાંથી લાભ લે તે અનુભવી. બાકી તો સો વરસ વેપાર કરે છતાં ગમ ન પડે એ તો બેવકૂફ જ કહેવાય. સામાન્યને સરવાળાની ભૂલ કાઢવી હોય તો ફે૨ આખો સરવાળો ગણે, એક ભૂલ કાઢતાં ચાર નવી ભૂલ કરે અને ભૂલમાં ને ભૂલમાં જ અટવાય, પણ ગણિતના પ્રોફેસરો તરત ભૂલ શોધે, કારણ કે એની પાસે ભૂલો શોધવાની પણ ચાવીઓ જુદી હોય.
૮૮
સભા : જિંદગીની જરૂરિયાતની આ બધી દુનિયાની ચીજોની ખિલવટ કરવીને ? સમજો કે આ જીવન જ અશાશ્વત છે, અશાશ્વત જીવન માટે શાશ્વત વસ્તુને આઘી મૂકવી એ કેવી બુદ્ધિ ?
સભા : સાહેબ ! એ એ જ જાતની બુદ્ધિ ?
એ જાતની બુદ્ધિને અહીં (આ શાસનમાં) સ્થાન નથી.
નીતિકારે પણ કહ્યું છે કે -
“यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ॥ १ ॥ । "
“જે ધ્રુવ વસ્તુઓનો પરિત્યાગ કરીને, અધ્રુવ વસ્તુઓની સેવા કરે છે, તેની ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે અને અધ્રુવ વસ્તુ તો નાશ પામેલી જ છે.”
1174
આ ઉપરથી નીતિકાર કહે છે કે શાશ્વતને છોડી અશાશ્વતને સેવનાર મૂર્ખાઓ શાશ્વતથી તો વંચિત રહે છે જ અને અશાશ્વત તો જવાનું છે, એટલે એ ખાખી જ બને છે, એટલે કે હતું તે પણ ગુમાવે છે, અને અંતે દીન બને છે માટે જિંદગી એ શું ચીજ છે એ સમજો. જિંદગી એ પણ પુણ્યપાપનો પ્રકાર છે. સંયોગજન્ય ચીજ જવાની છે. જવાની ચીજ કેળવવા કરતાં, એ દ્વારા એ શાશ્વત ચીજ કેળવવી જોઈએ. નાસ્તિક પણ જિંદગીને શાશ્વતી કહેતો નથી, કેમ કે એ પણ બધાને જતાં નજરે જુએ છે. પોતે કૈંકને બાળ્યા પણ ખરા, એ શી રીતે જિંદગીને શાશ્વત કહે ? જિંદગી શાશ્વત નથી માટે એને માટે આબરૂ બગાડવી ઠીક નહિ, એ માટે એ નાસ્તિકને પણ નીતિ માન્ય રાખવી પડી કે કોઈનું ખરાબ કરવું નહિ, કોઈને ગાળ દેવી નહિ, ચોરી કરવી નહિ વગેરે. ભલે એ પરલોકને નથી માનતો, છતાં પણ આટલી થોડી થોડી નીતિ તો એમ પણ માન્ય રાખી, તો તમે તો આસ્તિક છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org