________________
1173
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75
-
૮૭
વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા, ત્યાં સુધી એ અનુભવી ન કહેવાયા પણ ત્યાંથી પાછા આવીને જૈનશાસન પામ્યા અને તે પછી તેને પણ બુઝવી આવ્યા, ત્યારે જ સાચા અનુભવી કહેવાયા, કારણ કે પહેલાં એ પોતે જ વેશ્યાને આધીન હતા. પછી શાસનની પ્રાપ્તિથી તે એવા અનુભવી થયા કે વેશ્યાને પોતાને આધીન કરીને આવ્યા. વેપારમાં પણ અનુભવી કોણ ? રૂખ પરખે તે કે ઉતાવળ કરીને ઝંપલાવે તે ? સોદાની ગમે તેવી ધાંધલ ચાલતી હોય, ત્યારે ઉછાંછળા થઈને કૂદી પડે તે માર ખાય, પણ ડાહ્યો વેપારી તો ચેતી જાય કે આમાં ભેદ છે, એ કદી ઝુંપાપાત ન કરે. એથી એ ફસી ન પડે. યુદ્ધમાં પણ અનુભવી હોય તે લાખો સૈનિકોની વચ્ચે પડે. લાખો વચ્ચે એ મૂંઝાય નહિ. અને એવી રીતે શસ્ત્ર ફેરવે કે એ ઓળખાય પણ નહિ. લાખો શત્રમાં પડી, સામાને મુંઝવે, સામાના હાથે સામાનાં માણસો કપાવે, એ રીતે એ ઘૂમે અને તક જોઈને આબાદ ચાલ્યો આવે. જ્યારે બિનઅનુભવી તો ત્યાં મૂંઝાય અને માર્યો પણ જાય. આથી સમજાશે કે દુનિયામાં પણ ફસી જનારા વગેરે અનુભવી નથી કહેવાતા, પણ ફસામણમાંથી પોતે પણ બચી જાય અને બીજાને પણ બચાવે, તે જ અનુભવી કહેવાય છે. એ જ રીતે અહીં પણ સંસારમાં ફસેલા સંસારના અનુભવી નથી કહેવાતા, પણ સંસારથી અલગ થનારા અને કરનારા જ તેના સાચા અનુભવી કહેવાય છે.
સભા : શું સાહેબ ! સંસારને છોડનારા કાયર નહિ ?
લાખોના ટોળામાંથી આબાદ રીતે નીકળી જનાર કાયર કે બહાદુર ? જેને છ ખંડના માલિકો પણ ન છોડી શકે, તે છોડવામાં જ સાચી બહાદુરી છે. એ વાત ખૂબ વિચારો : વિવેકી બનેલા છ ખંડના માલિકોએ પણ સંસારને તો આખરે લાત જ મારી છે. વિવેકી દુનિયામાં પણ લક્ષ્મી ભેગી કર્યા કરનાર કૃપણ તથા લોભી કહેવાય છે અને સદુપયોગ કરે તે જ દાતાર કહેવાય છે, એ જ રીતે વિષયથી આઘા રહે અને એનું સ્વરૂપ જાણીને ફસેલાને કે ફસતાને બચાવે, એ જ અનુભવી કહેવાય પણ એમાં ડૂબેલા, ફસેલા, લીન થયેલાને જો સંસારના અનુભવી કહેશો, તો તો દુનિયાનું નખ્ખોદ જ નીકળશે. સભા : અમે તો એમ માનીએ છીએ કે એક વરસ કરતાં દસ વરસનો વેપારી
અનુભવી. નહિ, એમ નથી, કારણ કે વ્યવહારમાં પણ એમ જ કહેવાય છે કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org