________________
૮૬
– આચાસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1172 કીમતી છે કે નહિ એ જુએ; એકલું એ જ ન જુએ પણ બજારમાં કયો માલ ખપે છે એ પણ જુએ. ખપે નહિ તેવો ઊંચો માલ પણ લે લે ન કરે પણ માલ ઊંચો હોય, સારો હોય, બજારમાં ચાલુ હોય, ખપે તેવો હોય અને એમાંથી કરાતી કમાણી થાય તેવું હોય તો જ લે. હીરા વગેરે પહેરવા જોઈએ, એ વિચારથી કરાતી ખરીદ તથા વેચવા જોઈએ, એ વિચારથી કરાતી ખરીદ વચ્ચે પણ ભેદ. કોટ્યાધિપતિ પોતાની આંગળીએ પહેરવા લે તે તો કહી દે કે કિંમતની ફિકર નહિ પણ માલ સારો, ઊંચો અને મારી ખાનદાનીને છાજે તેવો જોઈએ. રાજામહારાજા ખરીદ કરે ત્યાં તો કિંમતના હિસાબ પણ ન હોય, પણ ઝવેરી તો પોતાના ખરીદ કરનાર મુનીમને કહે કે “બજારનું ધોરણ જોઈને માલ લાવજે. માલ ખપે તેવો લાવવાનો એ ખાસ ખ્યાલ રાખજે.' આ દૃષ્ટિએ વિચારો કે સંસારનો અનુભવ કોણ કહી શકે ? શું સંસારની અંદર શ્લેષ્મમાં જેમ માખી ફસે તેમ જેઓ ફસ્યા હોય તે ? તેઓ સંસારનો અનુભવ કહી શકે ? શું વિષયમાં લીન હોય તે સંસારની પરીક્ષા કરે ? કહેવું જ પડશે કે નહિ જ, માટે સંસારનો સાચો અનુભવી તો સાધુ જ હોઈ શકે છે.
દુનિયામાં પણ કહેવાય છે કે “જે ફસેલાને કાઢે તે જ સાચો અનુભવી.” એ દૃષ્ટિએ સંસારમાં ફસાયા વિના, લેપાયા વિના, અને મૂંઝાયા વિના ફસાયેલાને પણ બહાર લાવે, એવા અનુભવી કોઈ હોય તો તે સાચા સાધુ જ હોઈ શકે. બાકી જો વિષયાંધોને જ અનુભવી કહેવામાં આવે, તો તો જુલમ જ થઈ જાય. એથી અનુભવી તો તે જ કે જે ફસે નહિ, પણ ખાડો ઊંડો જોવા માટે ખાડામાં પડે એ અનુભવી નહિ. નદીના આરામાં ગાબડાં હોય એમાં પગ મૂકે તો પડે, પણ પગ મુકાયો અને આડો પડે તો બચે. આથી જે જાણીને ખાડાનું તળિયું જોવા પડે એ કંઈ અનુભવી ન જ કહેવાય.
સમુદ્રમાંથી મોતી કાઢનારા સમુદ્રમાં પણ પડે, પણ તે કેવી રીતે ? વિધિ મુજબ જ, પણ મરજી મુજબ નહિ જ. વળી એવાં યંત્રો પણ હોય છે કે એમાં બેસીને જાય તો પાણી એને અડે પણ નહિ, એથી જ એવી વસ્તુઓના એવા અનુભવી કહેવાય. તે જ રીતે વિષયમાં લીન થયેલા હોય, એ સંસારના અનુભવી ન કહેવાય; પણ જેઓ અલિપ્ત રહી બીજાઓને અલિપ્ત બનાવે, એ જ સંસારના અનુભવી કહેવાય. વળી એ વિચારો કે જે અનુભવી હોય તે રુલે ? નહિ જ, માટે જ અનુભવી તે જ કે જે ત્યાંથી પાછો આવે. એ જ કારણે શ્રી સ્થૂલિભદ્રજી બાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org