________________
1171
– ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 ----
૮૫
માન્યતાનું પૂરેપૂરું ખંડન કર્યું છે. એ માટે અહીં તો ગૃહવાસને દુઃખના સ્થાન તરીકે જ ઓળખાવેલ છે, પણ એ જ ટીકાકાર મહર્ષિ એ જ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે છે. નરકમાં લઈ જવા માટે આવેલો દૂત, તે નરકનો પ્રતિનિધિ ! આથી સ્પષ્ટ જ છે કે જે સંસારને તજે અને જે સંસારને ખોટો માને તથા નીકળવાના પ્રયત્ન કરે તે જ તરે. આ વસ્તુ સમજીને તરનાર તરવા પ્રયત્ન કરે, એથી અજ્ઞાનને દુઃખ થાય ત્યાં ઉપાય શો ?
દુનિયાને પ્રકાશિત કરનાર સૂર્ય ઉદય પામે, છતાં ઘુવડ ન દેખે એમાં સૂર્ય શું કરે ? ઘુવડની આંખમાં એ અપલક્ષણ છે કે સૂર્યના પ્રકાશથી જ અંધ થાય. એ જ રીતે સમ્યક્તરૂપી સૂર્યના પ્રકાશથી મિથ્યાષ્ટિને એ પ્રકાશ ન દેખાય એમાં નવાઈ નથી. ઘુવડની આંખમાં સૂર્યનો પ્રકાશ જાય એટલે એની આંખ બંધ થાય અને સૂર્ય જાય તે પછી જ તેની આંખ પહોળી થાય. મિથ્યાત્વ જો વ્યાપ્ત હોય તો એનો ગુણ એ છે કે જેમ જેમ સત્યનો પ્રકાશ થાય, તેમ તેમ તેનો પારો વધે, પણ જે આત્મામાં મિથ્યાત્વ ગાઢ ન હોય અને મિથ્યાત્વ કાઢવાની એની ભાવના હોય, તો મિથ્યાત્વ નીકળે, માટે પહેલો ગુણ ધર્મની જિજ્ઞાસાનો કહ્યો છે. સભા: આ તો બધા ત્યાગીના અનુભવ છે, પણ સંસારનો કોઈ અનુભવી તો સંસારને
દુઃખનું સ્થાન કહે છે ? હા ! સંસારનો અનુભવી તો સંસારને દુઃખસ્થાન કહે છે જ, પણ સંસારમાં લીન થયેલો આત્મા જ તેમ નથી કહેતો. વસ્તુનો અનુભવ પણ તટસ્થપણે વિચારે તે જ કહી શકે. આ વસ્તુ સમજવા માટે દૃષ્ટાંત તરીકે વિચારો કે ઘેલી માતાને પોતાનો એકનો એક જ છોકરો ગાંડોઘેલો હોય તો પણ તે તેને સારો જ લાગે છે, પણ એની એ જ માતાને જ્યારે બીજો છોકરો થાય છે ત્યારે તે બેમાં કોણ સારો અને કોણ ખોટો એવી પરીક્ષા કરે છે, પણ તે પહેલાં એટલે એક જ હોય ત્યાં સુધી તો તેનો બધો જ પ્રેમનો ધોધ વહે એકના જ ઉપર, પછી ભલેને તે ઠંઠણપાળ હોય. પણ એકના બે થાય ત્યારે વિચારે કે અધિક પ્રેમ કયાં ઢોળવો. બાપ પણ કહી દે કે કમાઉ દીકરો વહાલો, બીજો તો ઠીક, નિભાવવાનો. એક જ હોય ત્યાં સુધી તો “સારા રાજ્યમાં સાવરણી' એ કહેવત મુજબ બધો પ્રેમ ત્યાં જ વહાવે. આ રીતે વસ્તુને વિચારીને કહો કે સંસારનો અનુભવ કોણ કહી શકે ? વસ્તુનું સારા-નરસાપણું પાસે રહેવાથી ન માલુમ પડે પણ આઘેથી જણાય. હીરાની પરીક્ષા કરતાં ઝવેરી એના ચકચકાટમાં મૂંઝાય નહિ, પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org