________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
11To
ભરમાવે છે, આપણી માન્યતા ફેરવવા કહે છે, નહિ તો ગૃહસ્થાવાસ તે વળી સકળ દુઃખનું સ્થાન હોય ?” વિચારો કે આ રીતે જ્ઞાનીઓના કથનનો પણ અપલાપ કરવાનો પ્રયત્ન કરનારાઓને શી રીતે સમજાવાય ? સમજાવવા જનારાઓને પણ એ તો એવું કહે તેવા છે કે ગમે તેમ હોય તો પણ ગૃહસ્થાવાસને સકળ દુઃખનું સ્થાન કહેવાય જ કેમ ?' પણ એમ પૂછનાર અજ્ઞાનીઓને કહેવું પડે કે “જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી કહેવી એમાં પ્રશ્ન જ શો ?' પૂર્વધર પણ પ્રમાદ કરે તો પડે, એમ પણ શાસ્ત્ર કહ્યું છે. ત્યાં પણ પૂછે કે પૂર્વધર કેમ પડે ?” તો હું કહું કે “નિસરણીને છેલ્લે પગથિયે પહોંચેલો પણ ઠોકર વાગે તો પડે.' છતાંય પૂછડ્યા જ કરે કે “પડે જ કેમ ? તો કહેવું જ જોઈએ કે “અરે ભાઈ ! ઠોકર વાગે, પગ લપસે, વગેરે વગેરે થાય તો પડે, પણ છતાંયે પૂછ્યા જ કરે કે કેમ જ પડે ?” “કેમ જ પડે ?' એવું પૂછનાર દુરાગ્રહીને વધારે શું કહેવાય ? કહીએ કે આટલા પડ્યા એ ભાળ, છતાંય પૂછે કે “પડ્યા કેમ ?' આવા આવા દુરાગ્રહીઓ પાસે દલીલો કે દાખલા નકામા જ છે. માટે એવા દુરાગ્રહીઓ સામે દલીલોમાં નહિ ઊતરતાં, જ્ઞાનીઓના “ગૃહસ્થાવાસ એ સકળ દુઃખનું સ્થાન છે” આ કથનને તેના સ્વરૂપમાં માનવામાં આનાકાની નહિ કરવી, પણ હૃદયના બહુમાનપૂર્વક જ્ઞાનીઓના કથનને સ્વીકારી લઈ હેય વસ્તુનો ત્યાગ અને ઉપાદેય વસ્તુનો સ્વીકાર સહેલાઈથી કરવો જોઈએ. સભા સાહેબ ! એ જ વાંધો છે કે એમ કહેવાથી છોડવું પડે છે. અગર, તો
છોડવામાં જ સાચો પુરુષાર્થ છે, એમ કબૂલ કરવું પડે છે ! છોડવું પડે અથવા તો છોડવામાં જ સાચો પુરુષાર્થ છે એમ કબૂલ કરવું પડે, તેટલા જ માટે ખોટાને ખોટું કહેવામાં વાંધો માનવાથી અગર તો ખોટાને સારું માનવાથી જ, એ પરિણામ આવ્યું છે કે તેવા ધર્મનો ઉપદેશ કરનારાઓને પણ ઉન્માર્ગે ઘસડી જવા તૈયાર થયા છે, કેમ કે તેવાઓની પરીક્ષાશક્તિ પણ મારી ગઈ !! જ્યારે ખરાબને સારું માન્યું, ત્યારે જ એમ થયું કે સારાઓ પણ એને સારું મનાવે તો ઠીક, એટલે હવે તો સાધુઓને પણ તેવાઓ કહે છે કે તમારે સાધુપણામાં જીવવું હોય તો ગૃહસ્થાવાસની નિંદા ન કરતા, કેમ કે અમારા આધારે તમે છો.” આવી માન્યતાનો પ્રચાર તેઓ એટલા જ માટે કરી રહ્યા છે કે જનતા સાધુતાની પૂજારી માટે અને સંસારની જ પૂજામાં સ્થિર રહે, પણ એવાઓની માન્યતા સ્થિર ન થઈ શકે એ કારણે તો ઉપકારીઓએ પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org