________________
1169
૫ : સત્યની આરાધના અને રક્ષા
કેટલાક પ્રશ્નો અને તેના ખુલાસા :
-
Jain Education International
છૂટે, એવી પ્રવૃત્તિ કરવાની શક્તિ હું ક્યારે પામું ? એ ભાવનાના યોગે જ તે સર્વશ્રેષ્ઠ આત્માઓ અનંત જ્ઞાનીની આજ્ઞાઓનું એકધારું આરાધન કરીને ઉપકાર કરવા યોગ્ય સઘળી જ સુંદર સામગ્રીઓના સ્વામી બને છે અને એથી જ એ તારકોના હાથે મિથ્યાત્વાદિકના પાશમાં પડેલી ભવ્ય દુનિયા મુક્ત થઈ શકે, એવું સુંદરમાં સુંદર શાસન સ્થપાય છે : એ જ કા૨ણે આપણે એ પરમપુરુષોને અખિલ વિશ્વના પરમ ઉપકારી માનીને વિશ્વની સઘળીય શ્રેષ્ઠ ઉપમાઓથી સ્તવીએ છીએ. એથી જ આપણે કહી શકીએ છીએ કે ભગવાન શ્રી તીર્થંકરદેવો તો એક જ કામ કરે છે કે યોગ્ય જીવોને સમ્યક્ત્વ આપી, વિરતિ આપી, એમનામાં રહેલા કષાયોનો અભાવ કરી, અપ્રમત્તાવસ્થા આપી. મુક્તિમાં મોકલાવે. એવી લાયકાત જેઓમાં ન આવી હોય, તેવાઓને થોડા ભવોમાં મુક્તિમાં જવાની લાયકાતવાળા બનાવે. એમ કરતાં કોઈ ઉન્માદી પણ બને, બીજાને બચતા જોઈને તોફાન પણ કરે, મિથ્યાત્વાદિમાં વધુ રત પણ બને અને દુર્ગતિમાં પણ જાય, એમાં ભગવાન પણ શું કરે ? કારણ કે અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન સર્વને રુચિકર નીવડતું જ નથી. ઘોર મિથ્યાત્વથી ઘેરાયેલી દુનિયાને તો અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન શૂળની માફક સાલે છે, પછી એ વસ્તુને કરનાર ગમે તેવો આત્મા કેમ ન હોય ? એ જ કારણે મિથ્યાત્વને શાસ્ત્ર મહાશત્રુ તરીકે ઓળખાવેલ છે. અને એ મહાશત્રુને જ જેઓ આધીન બન્યા હોય, તેઓને અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન કેમ જ રુચે ? ખરેખર, સત્યનું પ્રકાશન પુણ્યવાનને જ પ્રિય લાગે છે, પણ ઘોર પાપીને તો તે અપ્રિય જ લાગે છે. સાક્ષાત્ તીર્થંકર ૫૨માત્મા પોતે કહે તો પણ ઘોર પાપાત્માઓને તો તે અપ્રિય જ લાગે છે.
75
૮૩
સભા : શું પાપીઓને દલીલથી ન સમજાવાય ?
દુરાગ્રહી આત્માઓ માટે દલીલ પણ નકામી છે, જ્યાં ખોટી વસ્તુ ઉપર ગાઢ રાગ હોય ત્યાં દુરાગ્રહ થાય છે. એ વાતને ચાલુ વિષયમાં જ દૃષ્ટાંત તરીકે આપણે જોઈએ. શાસ્ત્ર કહે છે કે ‘ગૃહસ્થાવાસ એ સકળ દુઃખનું સ્થાન છે.’ અને એ આપણે આ શ્રી આચારાંગમાં વાંચ્યું, તોય કેટલાક સંસારની તીવ્ર લાલસાથી ઉન્મત્ત બનેલાઓ કહે છે કે ‘એ ગપ્પાં છે. મહારાજ જરા સારું સારું બોલી
For Private & Personal Use Only
www.jainelibrary.org