________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
નિસાસા નાખતો, દાઢીના વાળને ઉખેડતો, ચરણોથી પૃથ્વીને તાડતો અને ‘હું હણાઈ ગયો છું, હું હણાઈ ગયો છું' એમ વારંવાર બોલતો સ્વામીના સમવસરણમાંથી નીકળીને લોકો દ્વારા ચોરની માફક જોવાતો પોતાના સ્થાને ચાલ્યો ગયો.
૮૨
આ પ્રસંગ આપણને ઘણી ઘણી વાતો સમજાવે છે, પણ આ પ્રસંગ કહેવાનો અત્યારે આપણો મુદ્દો એ જ છે કે ધાંધલ કે ધમાલોથી લેશ પણ ભય પામ્યા સિવાય પ્રભુમાર્ગના આરાધકોએ નિઃશંકપણે અને નિર્ભયપણે પરમાત્માએ પ્રરૂપેલા સત્યમાર્ગનું પ્રકાશન કરવું જ જોઈએ, કારણ કે, ‘ખુદ પરમાત્માએ પણ પોતે કૃતકૃત્ય હોવા છતાં પણ સત્યનું પ્રકાશન કરવામાં ધાંધલ કે ધમાલની પરવા નથી કરી, એ જ કારણે.
શ્રી વીતરાગ ૫રમાત્માના સ્વરૂપથી અતિશય પરિચિત અને પરમભક્ત આત્માઓ શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે
“વિશ્વવાળનુભશ્વેત્, તત્ વિક મિથ્યાદાં દ્વિષર્ ?"
“હે નાથ ! જો તું વિશ્વને પણ અનુકૂળ છો, તો મિથ્યાદૃષ્ટિ આત્માઓનો દ્વેષ કરનાર કેમ છો ?”
1168
આ પ્રમાણેની સ્તવના કરીને શ્રી વીતરાગ પરમાત્માઓને મિથ્યાદૃષ્ટિ આત્માઓના દ્વેષ કરનાર તરીકે ઓળખાવે છે, અને વાત પણ ખરી છે કે ૫રમશુદ્ધ અને સર્વથા સત્ય સન્માર્ગ દર્શાવનાર શ્રી વીતરાગ ૫રમાત્મા પણ ઘોર મિથ્યાદ્રષ્ટિ આત્માઓને દ્વેષ કરનાર તરીકે ભાસે છે. તે છતાં પણ તે પરમતારક ૫૨મર્ષિઓ ભવ્ય જીવોના હિતની ખાતર ઉન્માર્ગનું ઉન્મૂલન અને સન્માર્ગનું સ્થાપન કર્યે જ જાય છે.
આથી એ સ્પષ્ટ છે કે શ્રી વીતરાગ પરમાત્માનો ઇરાદો કોઈ પણ પ્રાણીનું બૂરું કરવાનો હોતો જ નથી, કારણ કે તે પરમપુરુષો તો ‘સવિ જીવ કરું શાસનરસી' આ એક ભાવદયાના યોગે જ તીર્થપતિ બન્યા છે. એવી અનુપમ ભાવદયા તે જ આત્માઓ પામી કે છે કે જે આત્માઓને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એટલે મન, વચન તથા કાયાની સ્વચ્છંદતા અને પ્રમાદમાં પડેલી દુનિયાને જોઈને કારમી કંપારી થાય.
એ કારમી કંપારીના યોગે તે આત્માઓમાં એક જ ભાવના જન્મે છે કે અનંત દુઃખોમાં હેતુભૂત એવા મિથ્યાત્વાદિક ઉપાયોની ઉપાસનામાંથી આ દુનિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org