________________
1167 ––– ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 – – ૮૧
“કાશ્યપ ! છબસ્થ એવો તું મારી આ તેજલેશ્યાથી બળીને અને પિત્તવરથી પરાભવ પામીને છ માસના અંતે અતિદુઃખ ભોગવીને મરી જશે.”
આ કથનની સામે પણ પરમકૃપાળુ પરમાત્મા શ્રી મહાવીરદેવે ગોશાળાને ઉદ્દેશીને ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે -
“હે ગોશાળા ! આ તારી વાણી ખોટી છે, કારણ કે કેવલજ્ઞાની હું બીજાં પણ સોળ વર્ષો પર્યત વિહરીશ, પણ તું તો તારી પોતાની તેજલેશ્યાથી જ પિત્તજ્વરથી પીડિત થઈને સાત દિવસના અંતે મરી જશે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી.”
આ પછી તેજલેશ્યાના યોગે શરીરથી પીડાતો ગોશાળો વિલાપ કરતો કરતો પવનથી જેમ શાલકુમ તૂટી પડે, તેમ ભૂમિ ઉપર તૂટી પડ્યો.
એ જ સમયે ગુરુની અવજ્ઞાથી કુપિત થયેલા ભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિ મુનિવરોએ તેના મર્મને વીંધી નાખે એવી વાણી દ્વારા ઉચ્ચ સ્વરે ગોશાળાને કહ્યું કે –
"धर्माचार्यप्रातिकूल्यभाजां भो भवतीदृशम् । तेजोलेश्या क्व तव सा, धर्माचार्य नियोजिता ।।१।। सुचिरं विब्रुवाणोऽपि, निघ्ननपि महामुनी । कृपयोपेक्षितो भर्ना, स्वयमेव विपत्स्यते ।।२।। व्यपत्स्यथाः पुरापि त्वं, वैश्यकायनलेश्यया ।
स्वलेश्यया शीतया त्वां, नारक्षिष्यद्यदि प्रभुः ।।३॥" “હે ગોશાળા ! ધર્માચાર્ય પ્રત્યે પ્રતિકૂલપણે વર્તનારાઓની આવી જ દશા થાય છે ! ધર્માચાર્ય ઉપર યોજેલી તારી તે તેજલેશ્યા કયાં ગઈ? ઘણા ઘણા સમય સુધી વિરુદ્ધ બોલતો હોવા છતાં અને મહામુનિઓનો ઘાત કરવા છતાં પણ સ્વામી દ્વારા કૃપાથી ઉપેક્ષા કરાયેલો તે પોતાની મેળે જ મરશે ! પ્રથમ પણ જો પ્રભુએ પોતાની શીતલેશ્યા દ્વારા તારી રક્ષા ન કરી હોત, તો તું ‘વૈશ્યકાયન'ની તેજલેશ્યાના યોગે મરી ગયો હોત !” આ બધું સાંભળવા છતાંય ખાડામાં પડેલ શાર્દૂલની માફક તે સાધુઓ ઉપર કંઈ પણ કરી શકવાને અસમર્થ એવો તે ગોશાળો ક્રોધથી યદ્રા તદ્ધા બોલતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org