________________
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
ites
દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કે હિતશિક્ષા પણ તેઓને ગુસ્સો જ કરાવે ! એ ગુસ્સાના યોગે “શ્રી સુનક્ષત્ર' મુનિવર ઉપર પણ તેજોવેશ્યા મૂકી અને એ તેજોલેશ્યાથી તેમનું શરીર સળગવા લાગ્યું. તેવી અવસ્થામાં પણ તે શ્રી સુનક્ષત્ર મુનિવરે પ્રભુને પ્રદક્ષિણા કરી, ફરીથી વ્રતોનો સ્વીકાર કર્યો, દોષોની આલોચના કરી, અતિચારોનું પ્રતિક્રમણ કર્યું અને સઘળાય મુનિવરો સાથે ક્ષમાપના કરી. આ રીતે સઘળીય આરાધના કરીને તે મુનિવર કાળધર્મ પામ્યા અને અશ્રુતકલ્પમાં એટલે બારમા દેવલોકમાં દેવ થયા.
પોતાની તેજોલેશ્યાના પ્રતાપે આ રીતે બન્ને મુનિઓના નાશને જોઈને, પોતાની જાતને વિજેતા માનતો ગોશાલો તો વધુ ઉન્મત્ત બન્યો અને એ ઉન્મત્તતાના યોગે તે ભગવાન ઉપર અતિશય કઠોર શબ્દોથી આક્રોશ કરવા લાગ્યો. એ રીતે અતિશય આક્રોશ કરતા ગોશાળાને કરુણાના સ્વામી ભગવાને ફરમાવ્યું કે -
હે ગોશાળા ! મેં જ તને દીક્ષિત કર્યો છે ! મેં જ તને શિક્ષા આપી છે ! મેં જ તને શ્રુતભાકુ કર્યો છે ! તે છતાં પણ તું મારો જ અવર્ણવાદી બન્યો છે, આ તારો બુદ્ધિનો વિપર્યય કેવો ? અર્થાત્ તું આવા બુદ્ધિના વિપર્યયને ભજીને તારા આત્માનું અહિત ન કર.”
સ્વામીના આ હિતકારી કથનથી પણ ગોશાલો તો ઘણો જ કુપિત થઈ ગયો અને એ કોપના આવેશમાં જ કંઈક પાસે આવીને, તેણે પોતાના પરમોપકારી એવા પણ પ્રભુ પ્રત્યે તેજલેશ્યા મૂકી.
દ્રોહી આત્માઓ માટે આ વિશ્વમાં કાંઈ જ અકર્તવ્ય હોઈ શકતું નથી, પણ સાથે એ પણ નિશ્ચિત છે કે “મહાપુરુષો પ્રતિ આચરવામાં આવતી દુષ્ટ આચરણાઓ મહાપુરુષો ઉપર અકિંચિત્કર (નિષ્ફળ) નીવડે છે અને આચરનારાઓ ઉપર જ સફળ થાય છે. એ જ નિશ્ચિત ન્યાયની જાણે તેજોલેશ્યા પણ સાર્થકતા કરતી હોય, તેમ તે ભગવાન પાસે આવીને જાણે કોઈ ભક્તિમાન ભક્ત ભગવાનને પ્રદક્ષિણા દે તેમ તે તેજોલેશ્યાએ પણ પ્રભુને પ્રદક્ષિણા દીધી અને તે પછી – “આ પાપીએ મને આવા અકાર્યમાં યોજી' - એવો જાણે ક્રોધ આવ્યો હોય તેમ તેણે પાછી ફરીને ગોશાલાના શરીરમાં પ્રવેશ કર્યો. આથી અંદર બળતા પણ ઉદ્ધત બનેલા ગોશાળાએ ધીઠ્ઠાઈનો આશ્રય કરીને ભગવાનને કહ્યું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org