________________
1155
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 – ૭૯ ગોશાલાના આ કથનની સામે - ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ દૃષ્ટાંતપૂર્વક ફરમાવ્યું કે –
“આરક્ષકો દ્વારા આક્રમણ કરાતો કોઈ અલ્પબુદ્ધિ ચોર પોતાને છુપાઈ જવા માટે ખાડો, કિલ્લો કે વનને પણ નહિ પામી શકવાથી, જેમ તે પોતાને છુપાવવા માટે ઊનનું રૂંવાડું, શણનું રૂંવાડું, તલનો અંશ કે તરણું આગળ ધરે અને પોતાની જાતને છુપાયેલી માને, તેમ તું પણ કરે છે એટલે કે તું ગોશાળો પોતે જ હોવા છતાં પણ પોતાને અન્ય તરીકે ઓળખાવે છે, તો તું આવું અસત્ય શા માટે બોલે છે ? તું તે જ ગોશાળો છે પણ બીજો કોઈ જ નથી.”
આ પ્રકારની સ્વામીની વાણીથી કોપાયમાન થયેલા ગોશાલાએ પ્રભુને કહ્યું કે -
“હે કાશ્યપ ! તું હવે ભ્રષ્ટ થયો છે, તે નાશ પામ્યો છે, તું હવે કોઈ પણ રીતે જીવી શકીશ નહિ.”
ગોશાલાના આવા કથનને ગુરુ ઉપરના અનુરાગના યોગે સહન કરવામાં અસમર્થ એવા “શ્રી સર્વાનુભૂતિ’ નામના એક મુનિ કે જે ભગવાનના શિષ્ય હતા, તેમણે ગોશાલાને કહ્યું કે –
“હે ગોશાળા ! તું તે જ ગોશાળો છે અને આ જ ગુરુના યોગે તું દીક્ષિત થયો છે તથા આ જ ગુરુ દ્વારા શિક્ષાને પામ્યો છે, તે છતાં પણ આ બધી વાતોનો તું શા હેતુથી અપલાપ કરે છે ?”
આવા સત્ય કથનથી - ગોશાળો શાંત થવાના બદલે વધુ કોપાયમાન થયો અને એ કોપના યોગે તેણે શ્રી સર્વાનુભૂતિ મુનિ ઉપર દૃષ્ટિવિષ સર્પ જેમ દૃષ્ટિની વાલા મૂકે; તેમ પોતાની કોઈથી ન હણી શકાય તેવી તેજલેશ્યા મૂકી. એ તેજોવેશ્યાના યોગે બળતાં શ્રી સર્વાનુભૂતિ મુનિ શુભ ધ્યાનમાં તત્પર થઈને મરણ પામ્યા અને સહસાર' નામના આઠમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
પોતાની વેશ્યાશક્તિથી ગર્વિત થયેલો ગોશાળો પણ ભગવાનને ફરીફરીને નિર્ભર્જના કરવા લાગ્યો. આથી સ્વામીના બીજા એક શિષ્ય “શ્રી સુનક્ષત્ર” મુનિએ પણ સ્વામીના નિંદક એવા તે ગોશાળાને “શ્રી સર્વાનુભૂતિ' મુનિની માફક ગુરુભક્તિના યોગે ઘણી ઘણી શિક્ષા આપી, પણ શ્રી સુનક્ષત્ર મુનિની શિક્ષાના યોગે પણ તે શાંત ન થયો, ઊલટો અધિક જ ગુસ્સે થયો. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org