________________
175 -
-- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 -
૮૯
શ્રી જિનેશ્વરદેવના અનુયાયી આત્મા, પરલોક, પુણ્ય-પાપ માને ને ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરતાં દુનિયાના પદાર્થો પર પ્રેમ ઘણો હોય, એ કારણથી આસ્તિક્ય પ્રચ્છન્ન થાય એ બને, પણ આસ્તિકના લેબાશમાં એ નાસ્તિક તો ન જ બનવો જોઈએને ? એનાથી આત્મા પરલોક, પુણ્યપાપાદિ તત્ત્વોનો ઇન્કાર ન થાય, એટલું જ નહિ પણ જ્ઞાનીઓની કહેલી પરલોક-સાધનાની સામગ્રીનો પણ ઇન્કાર ન થાય એ બધી બાબતોનો ઇન્કાર કરે, તો જૈનત્વ જાય. આથી સમજો કે આ વાત કોને માટે છે ? તેને જ માટે કે જે શ્રી જિનેશ્વરદેવના વચનને માને.
પ્રભુશાસનને માનનારા સામાન્ય રીતે પણ આત્મસ્વરૂપને નથી સમજતા એમ ન મનાય. તેઓને પણ શરીર વગેરેને સેવવાં પડે છે એ વાત જુદી, પણ એથી એમ તો ન જ કહેવાય કે એની જરૂરિયાત ખીલવવી જોઈએ. વધુમાં તમે એ પણ વિચારો કે મનુષ્યપણું પામીને જીવવું શું કામ ? કહેવું જ પડશે કે સન્માર્ગની આરાધના કરી ઊંચી ગતિએ જવા માટે, તો પછી આ જીવન પામીને પણ નીચ કાર્યવાહીથી નીચી ગતિએ જવું પડતું હોય, તો એવું પાપમય જીવન જીવવા કરતાં એ જીવન ખતમ થાય એ જ સારું છે. આ વાત પોતાના માટેની છે પણ પારકા માટેની નથી. અધોગતિ મેળવવા લાયક પાપ કાર્યવાહી કરીને સ્વપરનું અહિત કરવા કરતાં તો જીવન ખતમ કરવું એ જ સારું છે, કારણ કે જે શરીર દ્વારા મુક્તિ ન સાધી શકાય પણ તેને બદલે નરક સધાય, તે શરીરને ખીલવવાનું પણ શું પ્રયોજન છે ? સભા? શું આત્મઘાત કરવો એ સારો છે ?
સમજો કે આ કહીને શું કહેવાય છે ? આચારહીન થઈ, માર્ગભ્રષ્ટ થઈ, ઉન્માર્ગે જઈ જીવવું સારું નથી, પણ પાપ કરતાં પહેલાં મરવું સારું છે, કારણ કે તે આત્મઘાત નથી પણ આત્માનું રક્ષણ છે. એનું કારણ એ છે કે આત્માના થતા ઘાતને બચાવવાની એ ક્રિયા છે.
સભા : પાછળથી સન્માર્ગે ન જાય?
શ્રી કુમારપાળ મહારાજ શ્રી ઉદાયન મંત્રીને કહ્યું છે કે “આ શરીર તો ભવોભવ મળશે, પણ આ ધર્મ ક્યારે મળે ?' આથી સમજવું જ જોઈએ કે સન્માર્ગે જાય ત્યારે ખરો, પણ ઉન્માર્ગે ગયો એ તો નક્કી જ, માટે ભયંકર ઉન્માર્ગથી પોતાના આત્માને બચાવવા માટે પોતાના વહાલામાં વહાલા દેહને તજે એ કાંઈ આત્મઘાત નથી ગણાતો, કારણ કે એવી દશાનો આત્મા પ્રાયઃ એવા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org