________________
૯૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
1176
સંયોગમાં જાય કે જ્યાંથી સન્માર્ગે જવાય. ત્યાં જીવવામાં તો શંકા હતી કે સન્માર્ગે જાત કે નહિ, પણ ઉન્માર્ગે જતાં પહેલાં આત્માને રોકવાના પ્રયત્નો કરે, પણ દેખાય કે ગબડ્યો તો ગબડતાં પહેલાં જીવન ખતમ કરવાના પ્રયત્ન કરે. કોઈ કહે કે એવી ભાવનાવાળાને ઉન્માર્ગે જવાની ઇચ્છા જ કેમ થાય ? એનો તો ઉત્તર સ્પષ્ટ જ છે કે “કર્મ બળવાન છે, કર્મ આગળ કાંઈ જ નવાઈ જેવું નથી.” શ્રી નંદિષેણ મુનિવર :
શ્રી નંદિષેણ મુનિએ દીક્ષા લીધી, ત્યારે દેવીએ કહ્યું કે “ભોગાવળી કર્મ બાકી છે.” તો પણ તે ભોગાવાળી કર્મની પરવા કર્યા વગર જ તે પુણ્યાત્માએ દીક્ષા લીધી. બાર બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યાપૂર્વક સંયમ પાળ્યું. કર્મના યોગે
જ્યારે પરિણામ ન ટક્યાં, ચક્રાવે ચડ્યા અને પતનશીલતા દેખાણી, કે ફાંસો ખાધો, નૃપાપાત કર્યો અને મરવાના અનેક ઉપાય એ પુણ્યાત્માએ કર્યા. ભલે મરી ન શક્યાં, પતનશીલતા થઈ, એ બધું જ ખરું, પણ એ પુણ્યાત્માએ તેમ કરવાના પ્રયત્નો તો કર્યા જ ! મુદ્દો એ છે કે પતન સમય પહેલાં કોઈ રીતે ન બચાય તો મરવામાં હાનિ નથી પણ લાભ જ છે, એમ જ્ઞાની કહે છે. યાદ રાખો કે વાત પોતા માટેની છે, પણ પારકા માટેની નથી.
હવે બીજી વાત એ પણ છે કે દુન્યવી પદાર્થો માટે મરવું તે આત્મઘાત છે, પણ આત્માના ધર્મના રક્ષણ માટે મરવું એ આત્મઘાત નથી, એટલું જ નહિ પણ આત્મરક્ષણ છે. દુન્યવી પદાર્થ માટે આત્મઘાત કરનારને દુર્બાન પણ થાય. પણ આત્મધર્મના રક્ષણ માટે દેહ તજનારની ભાવના તો ઊંચી જ હોય. કહો કે આત્મધર્મના રક્ષણ માટે જીવનને ખતમ કરનારા કેટલા ? કહેવું જ પડશે કે એવી ભાવના તો કોઈકને જ હોય. પિતા-પુત્ર મુનિનું દષ્ટાંત ઃ
આ પ્રસંગને પુષ્ટ કરતું એક દૃષ્ટાંત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પિપાસા પરીષહ'ને અંગે આવે છે અને તે પિતા-પુત્ર મુનિનું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત એવું છે કે સદગુરુના યોગે વૈરાગ્યવાન બનેલા શ્રી “ધનમિત્ર' વણિકે, પોતાના પુત્ર “ધનશર્માની સાથે દીક્ષા અંગીકાર કરી. એ બન્નેય પિતા-પુત્ર મુનિ અન્ય મુનિવરોની સાથે વિહાર કરે છે. કોઈ એક દિવસે મધ્યાહ્ન કાળે તે પિતા-પુત્ર મુનિએ એલગપુર' નગરના માર્ગે વિહાર કર્યો. એ સમય ઉષણકાલનો હતો. એ ઉષ્ણકાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org