________________
dir
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75
--
-
૯૧
પ્રતાપે સૂર્ય પણ ભયંકર રીતે તપી રહ્યો હતો. ભયંકર તાપના યોગે તપી ગયેલા બાલમુનિ તૃષાથી પીડિત થયા અને એથી તે ધીમે ધીમે ચાલવા લાગ્યા. તૃષા લાગી હતી પણ હજી પરિણામ બગડ્યાં ન હતાં. શરીરના ધર્મ મુજબ તૃષાના યોગે મોઢા પર શ્યામતા દેખાઈ અને પિતાને માલૂમ પણ પડ્યું. ચાલતાં માર્ગમાં નદી આવી. એ અવસરે આનંદ પામીને પિતા મુનિએ કહ્યું કે “હે વત્સ ! હું ચેષ્ટાથી જાણું છું કે તું પિપાસાથી પરાજિત થયો છું, પણ હું શું કરું કે મારી પાસે પ્રાસુક પાણી નથી; માટે તું હાલમાં આ નદીનું પાણી પીને તારી તૃષા દૂર કર, એટલે આમરણાંત આફતને તું કોઈ પણ રીતે અત્યારે લંઘી જા અને પાછળથી સદૂગુરુ પાસે આ પાપની આલોચના કરજે.' આ પ્રમાણે કહીને અને નદીને ઊતરીને પ્રેમપરવશ તે પિતા મુનિ વિચારે છે કે “નક્કી મારો પુત્ર લજ્જાથી મારા દેખતાં પાણી નહિ પીશે કારણ કે લજ્જાવાન અકાર્ય કરતાં પોતાની છાયાથી પણ શંકિત થાય છે. માટે હું ધીમે ધીમે એની દૃષ્ટિથી દૂર થઈ જાઉં તો સારું.' આ પ્રમાણે વિચારીને પિતામુનિ આગળ ચાલ્યા. તે પછી તૃષાથી અતિશય પીડાતા તે બાલમુનિ, કે જેમનું તાળવું, મુખ અને છાતી સુકાઈ રહી છે, તે વિચારે છે કે “આ નહિ પીવા લાયક પાણી પણ હાલમાં પી લઉં અને પાછળથી ગુરની પાસે તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીશ.' એ પ્રમાણે વિચારીને તે બાલમુનિએ અંજલિથી પાણી ઉપાડ્યું અને પોતાના મુખ સુધી તે પાણીની અંજલિને લાવ્યા. એ પ્રમાણે કર્યું એટલામાં જ એ વયે બાલ પણ ગુણે મહાન એવા તે મુનિવરને કોઈ જુદી જ જાતની ભાવના આવી અને એ ભાવનાના યોગે તે બાલમુનિએ વિચાર્યું કે
"पिबामीमान् कथं जीवा-नहं विज्ञातजैनगीः । उदबिन्दो पदेकत्रा-सङ्ख्यजन्तून् जिना जगुः ।।१।। त्रसाः पूतरमत्स्याद्याः, स्थावराः पनकादयः । नीरे स्युरिति तद्घाती, सर्वेषां हिंसको भवेत् ।।२।। तत्कियद्भिर्दिनैर्यान्ति, रक्षिता अपि ये ध्रुवम् । तान् प्राणान् रक्षितुं सद्यः, परप्राणाग्निहन्ति कः ?।।३।। सजीवं जीवनमिदं, तन्त्र पास्यामि सर्वथा ।
निर्णीयेति शनैर्नद्यां, स मुमोचज्जलेर्जलम्" ।।४।। “શ્રી જિનેશ્વરદેવોની વાણીને જાણનારો હું આ જીવોને કેમ પીઉં, કારણ કે શ્રી જિનેશ્વરદેવો પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવો કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org