________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
11
વળી- “પાણીમાં પોરા” અને “મસ્ય' આદિ ત્રસ જીવો અને ‘પનક' આદિ સ્થાવર જીવો પણ હોય છે, માટે પાણીના જીવોનો ઘાત કરનારો તે સઘળાય જીવોનો હિંસક થાય છે. અને - “રક્ષણ કરાયેલા પણ જે પ્રાણો નિશ્ચિતપણે કેટલાક દિવસો બાદ ચાલ્યા જાય છે, તો પ્રાણોની રક્ષા માટે એવો કોણ દક્ષ આત્મા હોય કે જે પરના પ્રાણોનો નાશ કરે ? અર્થાત્ કોઈ જ દક્ષ આત્મા એવો ન જ હોય કે જે પોતાના નાશવંત પ્રાણોની રક્ષા માટે પરના પ્રાણોનો નાશ કરે. તે કારણથી – “કોઈપણ રીતે આ સચિત્ત પાણીનું પાન હું નહિ જ કરું - આ પ્રમાણે નિર્ણય કરીને તે બાલમુનિએ પોતાની અંજલિમાં લીધેલું
પાણી પાછું નદીમાં મૂકી દીધું.” પ્રભુઆણાના પ્રેમના યોગે આત્મામાં વિચારોનું પરિવર્તન આ રીતે થાય છે અને આત્માને એમ જ થાય છે કે અનુચિત આચરવા કરતાં મરવું સારું; કારણ કે તેમ કરવામાં પ્રભુઆજ્ઞાની આરાધના છે. એ જ આરાધનાની ઉત્કટ ઇચ્છાના યોગે અંજલિ ભરી ત્યારે જે જાતના પરિણામ હતા, તે પરિણામ ફરી ગયા અને એ કારણે પીવા લીધેલું પાણી ધીમે ધીમે હાથ નીચે કરી પાછું નદીમાં જ મૂક્યું. પોતાથી જિવાય તેમ નથી એ તો નક્કી છે, પણ અનુચિત આચરીને જીવવા કરતાં પ્રભુ આજ્ઞાની અખંડિત આરાધનાપૂર્વક મરવું, એ જ એ વયથી બાલ પણ વૈર્યથી અબાલ મુનિને સારું લાગ્યું. આથી સ્પષ્ટ છે કે ઉપકારની ભાવનાએ પણ અપકાર ન થાય એ જ સારું છે, કારણ કે ઉપકાર તો થશે ત્યારે ખરો, પણ અપકાર તો થઈ જાય છે. અસ્તુ.
પણ એ બાલમુનિ તો પાણી પીધા વિના જ નદી ઊતરીને કિનારે આવ્યા પણ તૃષ્ણાના યોગે આગળ જવા અસમર્થ એવા તે બાલમુનિ નદીના કાંઠા ઉપર જ પડ્યા અને ધર્મમાં સ્થિર રહીને નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આરાધના કરી હતી, આત્મધર્મનું રક્ષણ કર્યું હતું, એટલે મરતાં મરતાં પણ ભાવના તો આરાધનાની જ હતી. એ મુક્તિએ ન જાય તો દેવલોક તો જાય જ.
દેવલોકમાં ગયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને તેથી પોતે જાણ્યું કે “મુનિપણામાંથી હું અહીં આવ્યો છું. પાણી પીધું હોત તો ન માલૂમ કઈ ગતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org