________________
1ts
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 --
-
જાત ! માટે મને ખોટી સલાહ આપનાર પિતામુનિને હિતશિક્ષા આપવી જોઈએ, અર્થાત્ શિખામણ દેવી જોઈએ. એમ વિચારી તે પોતાના મુનિના શરીરમાં પેઠો અને ચાલવા લાગ્યો, એટલે પિતા મુનિ પણ પુત્રમુનિને આવતો જોઈને હર્ષ પામ્યા અને આગળ ચાલવા લાગ્યા. આ પછી તૃષ્ણાની પીડાથી પીડિત થતા મુનિઓની ભક્તિના યોગે એ “ધનશર્મા' દેવે માર્ગમાં ઘણાં ગોકુળો વિકુવ્ય અને એ ગોકુળોમાંથી છાશ વગેરે મેળવીને મુનિઓ, સુધાકુંડોમાંથી સુધાને મેળવીને દેવતાઓ જેમ સ્વાથ્ય પામે તેમ સ્વાથ્ય પામ્યા. આ પ્રમાણે સુખપૂર્વક વિહાર કરતા તે મુનિઓ અરણ્યને પસાર કરીને છેલ્લા ગોકુળમાં આવ્યા. ત્યાંથી જતા મુનિઓમાંથી કોઈ એક મુનિ પાસે પોતાને જણાવવાના ઇરાદાથી વીંટીયો એટલે કે વસ્ત્રની એક પોટલી ભુલાવી દીધી. તે ભૂલી ગયેલ મુનિ દૂર ગયા તે પછી તેમને પોતાની તે વસ્તુ યાદ આવી તેથી તે મુનિ પાછા ફર્યા, પણ ત્યાં તે મુનિએ પોતાની ઉપધિની વિટિકાને જોઈ પણ ગોકુળને ન જોયું. આથી પોતાની તે ઉપધિની પોટલીને લઈને તે મુનિ અન્ય સાધુઓને મળ્યા અને તે હકીકત જણાવી. આથી મુનિઓ પણ આશ્ચર્ય પામ્યા અને વિચાર્યું કે જરૂર વનમાં દેવતાના પ્રભાવથી જ ગોકુલો થયાં. બસ, તે જ અવસરે કાંતિથી શોભતો તે દેવ પ્રગટ થયો અને પિતા મુનિને છોડી દઈને અન્ય સઘળાય મુનિવરોને તેણે નમન કર્યું. આથી મુનિઓએ કહ્યું કે “આ મુનિને તું કેમ નમતો નથી ?' આ પ્રશ્નના ઉત્તરમાં પોતાનો સઘળો વ્યતિકર કહીને તે દેવ કહેવા લાગ્યો કે -
"सजीवाम्भोऽपि पातुं य-त्तदासो मे मतिं ददौ । तत्पूर्वभववप्तापि, साधुरेष न वन्द्यते ।।१।। स्नेहादपि रिपोरेव, कार्यं विहितवानसौ । यहुर्गतिनिमित्तं मे, तदा तदुपदिष्टवान् ।।२।। अपास्यं चेत्सचित्ताम्बु, तदेतद्वचनादहम् । व्रतभङ्गभवात्पापा-दभ्रमिष्यं तदा भवे ।।३।। स एव हि बुधैः पूज्यो, गुरुश्च जनकोऽपि च ।
शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ।।४।।" “જે કારણથી તે સમયે મને સચિત્ત પણ પાણી પીવાની બુદ્ધિ આપી, તે કારણથી પૂર્વગતના પિતા એવા પણ આ સાધુને હું વંદન નથી કરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org