________________
૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો : 94
અંધતા અને અંધકાર :
ભાવઅંધતાનું કારમું પરિણામ :
અંધકારથી બચવાનો ઉપાય :
વિષય : અંધના પ્રકારો : વ્યઅંધતા-ભાવઅંધતા - ચતુર્ગતિનાં દુ:ખોનું ઉપમિતિકારના શબ્દોમાં વર્ણન.
કર્મવિપાકની ગરિષ્ઠતાનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિએ ચારે ગતિના જીવોના દુઃખાદિનું વર્ણન કર્યું. તેના જ સંબંધમાં પ્રવચનકારશ્રીજીએ યોગશાસ્ત્રના આધારે એ જ વસ્તુને પૂર્વના પ્રવચનોમાં વિશદ રીતે સ્પષ્ટ કરી. ત્યારબાદ પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ જે અંધ જીવોની વાત કરી છે, તેને જ સ્પષ્ટ કરવા માટે ટીકાકા૨શ્રીજીએ રચેલ ટીકાના આધારે વધુ સરળતાથી સમજાવવા પ્રવચનકારશ્રીજી જણાવે છે કે, ‘દ્રવ્યઅંધતા કરતાં ય ભાવઅંધતા એ અતિભયાનક છે.' એવા ભાવાંધ જીવો ભાવઅંધકારમાં અથડાયા કરે છે અને તેના કારણે ચારે ગતિમાં તેઓની કેવી કફોડી દશા થાય છે તેનું આબાદ ચિત્રણ ઉપમિતિકારશ્રી સિદ્ધર્ષિ ગણિવરશ્રીના રોચક શબ્દોના આધારે અત્રે કરાયું છે. ‘ભાવઅંધતાનો ત્યાગ ક૨વા ઈચ્છુક આત્માએ કાં તો સંપૂર્ણ વિવેકરૂપી ભાવચક્ષુ પ્રાપ્ત કરવી જોઈએ કાં તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુ પ્રાપ્ત કરવી જોઈએ.' એ આ પ્રવચનનો સાર છે.
સુવાક્યામૃત
દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે.
♦ ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રાનો અભાવ. ♦ સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્ન બનેલા મહાપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થી આત્મા માટે અતિશય આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org