________________
૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93
હા હા મારે, મારાં પોતાનાં બાંધેલાં કર્મોના પ્રતાપે જઠરરૂપી અંગારાની ગાડીના પાકથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાનું !
હા હા, રતિના નિધાનસમી તે તે દેવાંગનાઓ ભોગવવી એ ક્યાં અને અશ્િચનાં ઝરણાંથી બીભત્સ એવી મનુષ્યસ્ત્રીઓને ભોગવવી એ ક્યાં ?
આ પ્રમાણે દેવલોકની વસ્તુઓનું સ્મરણ કરી કરીને કારમો વિલાપ કરતા દેવો, દીપક જેમ બુઝાઈ જાય તેમ એક ક્ષણની અંદર આવી જાય છે.
1409
આ વર્ણન ઉપરથી સૌ કોઈ સમજી શકશે કે સુખરૂપ ગણાતી દેવગતિમાં પણ સુખ નથી કિંતુ દુઃખનું જ સામ્રાજ્ય છે, એટલે સંસારમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને શાશ્વત સુખ હોય; એ જ કારણે ઉપકારીઓ આ સંસારને દુઃખમય, દુ:ખફલક અને દુઃખ ૫રં૫૨ક તરીકે ઓળખાવે છે. સંસાર દુ:ખમય, દુઃખફલક અને દુઃખ૫૨૫૨ક છે એ જ કારણે સંસારભાવનાનો ઉપસંહાર કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
“ एवं नास्ति सुखं चतुर्गतिजुषामप्यत्र संसारिणां, दुःखं केवलमेव मानसमथो शारीरमत्यायतम् । ज्ञात्वैवं ममतानिरासविधये ध्यायन्तु शुद्धाशया, अश्रान्तं भवभावनां भवभयच्छेदोन्मुखत्वं यदि । । १ । । " શુદ્ધ આશયને ધરનારા ભવ્ય આત્માઓ ! જો તમે ભવભયનો ઉચ્છેદ કરવા માટે ઉજમાળ હો તો ‘અમે કહી આવ્યા તે પ્રમાણે ચારે ગતિને ભજનારા સંસારી આત્માઓને આ સંસારમાં સુખ નથી પણ કેવલ માનસિક અને શારીરિક અતિશય દુઃખ જ છે.' એ પ્રમાણે જાણીને પૌદ્ગલિક પદાર્થ માત્ર પ્રત્યેની મમતાનો નાશ કરવા માટે અશ્રાંતપણે ભવ-ભાવનાને ભાવો.
૩૨૩
આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઈ આવ્યા અને સૂત્રકા૨ ૫૨મર્ષિ સંસારવર્તી પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org