________________
૧૪ : નરકગતિનું વર્ણન શા માટે ?
નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન :
૭ વેદનાના પ્રકાર અને સ્વરૂપ : પાપનું ફળ વચનાતીત છે :
વિષય : યોગશાસ્ત્રાધારે નરકગતિનાં વિવિધ દુઃખો અને વિડંબણાનું વર્ણન.
ટીકાકાર મહર્ષિએ નરકના જીવોની વેદનાનું વર્ણન કરવાનું શરૂ કર્યું, તે જ અનુષંગમાં પ્રવચનકારશ્રીએ ચાલુ વિષયને લગતી જ વાત યોગશાસ્ત્રમાં પણ હોઈ એના શ્લોકોના આધારે નરકની ત્રિવિધ વેદનાઓનું નિરૂપણ કર્યું છે. પાપના વિપાકોનું સર્વથા વચન દ્વારા નિરૂપણ કરવું શક્ય જ નથી. એટલા ભયાનક અને અનંત એ ફળો છે, છતાં એના લેશ પણ વર્ણન દ્વારા કેટલાક આત્માઓ બોધ પામી દુઃખદાયી એવા પાપકર્મોથી વિરક્ત બને. એ જ એક આશય એ દુઃખોના વર્ણનની પાછળ રહેલો છે. આ ટુંકા પ્રવચનમાં પાપી જીવો; નાસ્તિક જીવો સુખી થતા જ નથી. વળી એવા જીવો બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રક્ત બની વિવેકહીન તેમજ ક્રૂર બનવા દ્વારા પોતાની દુર્ગતિ પોતાના હાથે ઊભી કરે છે વગેરે વાતો રજૂ કરી છે.
84
સુવાક્યાતૃત
♦ અનંતજ્ઞાનીઓનું કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલે જ સાચું ન લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઈએ.
♦ પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથી.
♦ એક આ લોકની સાધનામાં જ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે નથી સુખી થતા પરલોકમાં !
Jain Education International
♦ બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રત બનેલા આત્માઓ ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રૂર બને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org