________________
૧૪ : નરકગતિનું વર્ણન શા માટે ?
નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઈથી સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવા માગે છે અને એ માટે શરૂઆતમાં જ એ ઉપકારીએ ફરમાવ્યું કે -
__ "नारकतिर्यनरामरलक्षणाश्चतस्त्रो गतयः" “નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે.' સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર. ચાર ગતિમાં જ સમગ્ર સંસારનો સમાવેશ થઈ જાય છે. સંસારમાં વસતા આત્માઓ પૈકીનો કોઈ પણ આત્મા એવો નથી કે જે આત્મા, એ ચાર ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસતો ન હોય. ઇચ્છા હોય કે ન હોય તે છતાં પણ કર્મપરવશ આત્માને, એ ચાર ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસવું જ પડે છે. સંસારવર્તી આત્માને જ્યાં સુધી પોતે સર્વથા કર્મથી રહિત ન થાય ત્યાં સુધી ચાર પૈકીની કોઈ એક ગતિમાં જ પોતાનું જીવન પસાર કરવાનું છે એ વાતમાં કશી જ શંકા નથી. વેદનાના પ્રકાર અને સ્વરૂપ :
ચાર ગતિઓમાં કોઈ નીચતમ ગતિ હોય તો એક નરકગતિ જ છે. એ નરકગતિની યોનિ આદિ કેટલી છે અને એ ગતિમાં પડેલા આત્માઓ કેવી અને કેટલા પ્રકારની વેદનાઓ ભોગવે છે એ વસ્તુનું વર્ણન કરતાં પણ ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે –
નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. નરકગતિમાં રહેલા આત્માઓને વેદના ત્રણ પ્રકારની હોય છે. એક પરમાધામી દેવોએ કરેલી, બીજી પરસ્પર યુદ્ધાદિકથી ઉત્પન્ન થયેલી અને ત્રીજી ક્ષેત્રના સ્વભાવથી થતી તથા એ વેદનાઓ એવી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org