________________
1335
૧૪ : નરક ગતિનું વર્ણન શા માટે ? - 84
છે કે ‘જેનું વર્ણન વચનાતીત છે.’
આ પ્રમાણે ફરમાવીને વધુમાં ટીકાકાર મહર્ષિએ એમ પણ ફરમાવ્યું કે - ‘લેશથી કહેવાની ઇચ્છા રાખનારની વાણી અભિધેય વિષયને સ્પષ્ટતયા નથી વર્ણવી શકતી, તો પણ જે રીતે પ્રાણીઓ કર્મના વિપાકને સમજી શકે અને એને સમજવાથી તેઓને સંસાર પ્રત્યે જે રીતે વૈરાગ્ય થાય તે રીતે ‘નીચતમ નરકગતિમાં રહેલા નારકીઓ કેવી કેવી વેદનાઓ ભોગવે છે અને એ ભોગવતાં તેઓની કેવી દુર્દશા થાય છે’ – આ વસ્તુ - કેટલાક શ્લોકો દ્વારા અમે કહીએ છીએ.’
હવે ટીકાકાર મહર્ષિ શ્લોકો દ્વારા નકમાં રહેલા આત્માઓની દુર્દશાનું દિગ્દર્શન કરાવે તે પૂર્વે આપણે, નરકના જીવો કેટલા પ્રકારની કેવી વેદનાઓ ભોગવે છે એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં યોગશાસ્ત્રની અંદર જે થયેલું છે તે સહજ જોઈ લઈએ.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપને વિસ્તારતાં નીચતમ નરકગતિમાં રહેલા આત્માઓ નરકગતિમાં કેટલા પ્રકારનાં દુ:ખોથી રિબાતા વસે છે એનું વર્ણન કરે છે અને એ વર્ણનમાં ફરમાવે છે કે
“आद्येषु त्रिषु नरकेपूष्णं शीतं परेषु च ।
चतुर्थ शीतमुष्णं च दुःखं क्षेत्रोद्भवं त्विदम् ।।१।।
“પહેલી ત્રણ નરકમાં ઉષ્ણ, છેલ્લી ત્રણમાં શીત અને ચોથી નરકમાં શીત અને ઉષ્ણ એવું ક્ષેત્રમાં થતું દુઃખ હોય છે.”
૨૪૯
મનુષ્યલોકમાં રહેલા અગ્નિમાં જે ઉષ્ણતા છે તેના કરતાં પણ અનંતગણી થાય, એવી અશાતાને ઉત્પન્ન કરનારી ઉષ્ણવેદના તે તે નરકગતિઓમાં મેં ભોગવેલી છે અને જે ન૨કોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોમાં શીતવેદના એવી હતી કે ‘આ મનુષ્યલોકમાં મહા માસ આદિમાં સંભવતી જે શીત તેના કરતાંય તે અનંતગણી થાય.' એવી અશાતાને ઉત્પન્ન કરનારી શીતવેદના પણ તે તે નરકોમાં મેં એટલે મારા આત્માએ વેદી છે.
Jain Education International
પાપનું ફળ વચનાતીત છે :
આ વસ્તુ વર્ણન આસ્તિકતાના ઉપાસકોને સમજાવે છે કે ‘કર્મથી પરવશ બનેલા આત્માઓ, સુખી થવાના ઇરાદે જે ઘોર પાપપ્રવૃત્તિઓ હર્ષપૂર્વક આચરી
For Private & Personal Use Only
www.jainelibrary.org