________________
૨૫૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
ન
રહ્યા છે તેના પ્રતાપે તે આત્માઓને એવી દુઃખદ દશામાં મુકાવું પડવાનું છે કે જેનું વર્ણન વચનાતીત છે.’ અનંતજ્ઞાનીઓનું કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલે જ સાચું ન લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઈએ. એ કથન જે પુણ્યાત્માઓને સાચું લાગે છે તે પુણ્યાત્માઓ સહેજે સહેજે અનેક ક્રૂર પાપકર્મોથી બચી જાય છે. પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથીઃ અર્થાત્ એવા આત્માઓ શાશ્વત સુખને ન પામે ત્યાં સુધી આ દુનિયામાં પણ તેઓ માટે લીલાલહેર જ હોય છે અને જેઓ આ દુન્યવી સુખમાં મસ્ત બનીને પુણ્ય અને પાપ તથા એ ઉભયના પ્રતાપે મળતા સ્વર્ગ અને નરકનો અસ્વીકાર કરી યથેચ્છપણે મહાલવામાં અને રાચવામાં જ મશગૂલ રહે છે; તે આત્માઓ મુક્તિ સુખને તો નથી જ પામી શકતા પણ સંસારમાંય બૂરામાં બૂરી દુર્દશા ભોગવે છે.
એક આ લોકની સાધનામાં જ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે નથી સુખી થતા પરલોકમાં. ખરેખર એવા આત્માઓની દશા જ કોઈ ભયંકર છે. કેવળ મતિકલ્પનાના નાદે ચડેલા એ બિચારાઓને દેવ, ગુરુ અને ધર્મ વગેરે સઘળું હંબગ જ લાગ્યા કરે છે. એવા આત્માઓ સમક્ષ શ્રી વીતરાગ ૫રમાત્મા અને એ પરમતારક પરમાત્માની સમતા૨સને ઝરતી પ્રતિમાની ઉપાસના કરવાની વાત કરો તો પણ તેઓ છેડાઈ પડે છે અને બોલી ઊઠે છે કે ‘પરમાત્માને ભાળ્યા જ કોણે છે અને નિર્જીવ પ્રતિમામાં ભર્યું પણ શું છે ?’ પણ આવું બોલતાં તેઓને એ યાદ નથી આવતું કે ‘અમે અમારા પૂર્વજોને વિના ભાળ્યે માનીએ છીએ તેનું શું ? અને હાડ, માંસ, ચરબી અને રુધિર આદિ બીભત્સ વસ્તુઓથી ભરેલી અમારી સ્ત્રીઓની પ્રતિમાને હૃદયસરસી ચાંપીને ફરીએ છીએ તેનું શું ?' આવા વિચારહીન અને વિવેકવિકલ આત્માઓ હૃદયપૂર્વક આત્મા, પરલોક અને પુણ્યપાપ આદિને નહિ માનનારા હોવાથી તેઓ આ લોકના જ એક ઉપાસક બને એમાં આશ્ચર્ય શું છે ? એવા આત્માઓને, એક મોક્ષમાર્ગના જ પ્રચારક મુનિવરો અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ અસાધારણ રીતે અનુભવીને ઉપદેશેલો અજોડ મુનિમાર્ગ ન રુચે એ સર્વથા સંભવિત છે.
1336
૫૨મતારક તીર્થો અને તેની ભક્તિના પ્રકારો તથા એવાં જ બીજાં પરમવીતરાગ પરમર્ષિઓએ પ્રરૂપેલાં : એ જ કા૨ણે ૫૨મ વીતરાગતાની પ્રાપ્તિ માટે અવશ્ય
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org