________________
1337
– ૧૪ : નરક ગતિનું વર્ણન શા માટે ? - 84 ——–
૨૫૧
ઉપયોગી અનુષ્ઠાનો પણ એવા આત્માઓને અરુચિકર થાય એ પણ આશ્ચર્યજનક નથી. એવી એવી કારમી મનોદશાના કારણે એવા આત્માઓ સ્થાવર તીર્થો અને જંગમતીર્થોની ભક્તિ છોડીને અનેક પ્રકારે તેની આશાતના કરવામાં જ ઉદ્યમશીલ થાય છે. એવા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી મહારાજ પણ નવ્વાણું પ્રકારની પૂજાઓ પૈકીની અગિયારમી પૂજામાં કહે છે કે –
“આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી, કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ...
તીરથની આશાતના નવિ કરીએ. ૧. પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કોઈ.
તીરથની આશાતના નવિ કરીએ. ૨.” આ જ હેતુથી એવા આત્માઓની છાયાથી પણ સુખના અર્થી આત્માઓએ અલગ રહેવું જોઈએ, કારણ કે એવા આત્માઓનો સંસર્ગ પણ ભયંકર છે. એવા આત્માઓ સ્વયં દુર્ગતિના માર્ગે પ્રયાણ કરવા સાથે અન્ય આત્માઓને પણ એવા ઉન્માર્ગે જવાની સતત પ્રેરણા કર્યા કરે છે. નાસ્તિકતાના પ્રતાપે એવાઓનો આત્મા આરંભથી ડરતો પણ નથી અને પરિગ્રહથી પાછો પણ હઠતો નથી. બહુ આરંભ અને બહ પરિગ્રહમાં રત બનેલા આત્માઓ ભક્ષ્યાભઢ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રૂર બને છે. ક્રૂરતાના પ્રતાપે રૌદ્રપરિણામી બને છે અને એ રૌદ્રપરિણામના યોગે નરકના આયુષ્યનો બંધ થાય છે. એ બંધના યોગે અનિચ્છા હોય તો પણ નરકમાં જવું જ પડે છે. ઘોર પાપકર્મોના પ્રતાપે નરકમાં પડેલા આત્માઓની દુર્દશા કેવા પ્રકારની થાય છે એનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org