________________
૨૪૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
-
1332
કરે છે. જે પોતાના અધૂરા જ્ઞાનને અગર તો પોપટિયા જ્ઞાનને જ સર્વસ્વ સમજી મહાપુરુષો ઉપર પણ યથેચ્છ આક્ષેપો કરે છે તેવાઓ જ્ઞાની નથી પણ ખોટા મદથી છકેલ છે. એવાઓની વાતો એકાંતે સ્વપરની ઘાતક હોય છે, માટે એવાઓથી બચવું એ કલ્યાણના અર્થી આત્માઓની અનિવાર્ય ફરજ છે. એવા આત્માઓ સમ્યગુ માર્ગથી ખસેડી મિથ્યામાર્ગે ઘસડી જનારા છે, અને મિથ્થામાર્ગનો એ પ્રતાપ છે કે એ આત્માને આરંભ અને પરિગ્રહમાં રત બનાવી નરકાદિક દુર્ગતિમાં ધકેલી દે છે. એમાંની નરકગતિમાં રહેલા જીવોની શી શી હાલત થાય છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org