________________
1931 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 — ૨૪૫ આંખની જેમ બુદ્ધિ પર પણ વહેલાં ચશ્માં આવ્યાં છે. એ સિદ્ધાંતોની છાયાના પ્રતાપે આજની આ હાલત છે. લઘુતા કે અભિમાન :
આજની લઘુતા પણ મૂર્ખતાભરેલી છે. લઘુતા કરતાં શ્રી સર્વજ્ઞના માર્ગની લઘુતા થાય એનું પણ ભાન નહિ, એવી લઘુતા ન હોય કે જેમાં માર્ગની લઘુતા થાય. એવી લઘુતા ન બતાવવી એનું નામ અભિમાન નથી, પણ સ્વત્વનું પાલન છે. આવનાર જેની પાસે આવે એ જો સ્વત્વ ન સાચવે તો સામો વસ્તુ ન પામે. એ પણ એમ જાણે કે જેમ બીજા નમે છે તેમ આ સાધુ પણ નમે છે. આજની એવી ઘેલી લઘુતામાં પડેલાઓ શ્રી ચિદાનંદજીના પદની એક કડી પકડીને ગાય છે કે –
લઘુતા મેરે મન માની,
લહી ગુરુ ગમ જ્ઞાનનિશાની.” વિચારો કે “આત્માને ખોટું એટલે અપ્રશસ્ત માન ન આવે એ માટે અપાયેલી ચેતવણીને કયા રૂપમાં અજ્ઞાન આત્માઓ લઈ જાય છે. એવાઓને કોણ સમજાવે કે લઘુતા શાસનના નાશ માટે ન હોય. ‘તમે જ્યાં ત્યાં જઈને બેસો અને સાધુઓ પણ એમ બેસે એ લઘુતા નથી પણ મૂર્ખતા છે. આપણે ત્યાં વિધિ એ છે કે વિદ્યાર્થી વિનયથી વિદ્યા છે, જ્યારે આજની વિધિ એ કે વિદ્યાર્થી બેન્ચ ઉપર એવી રીતે બેસે કે જાણે પોતે પ્રોફેસર અને બિચારો પ્રોફેસર ઊભો રહે. આ મર્યાદાભંગ છે પણ આજના બધા લોકો એ નહિ માને; એટલું જ નહિ પણ એવું કહેનારને સોળમી સદીના કહેશે. પણ એવું કહેનારને એ સૂઝતું નથી કે વીસમી સદીમાં પણ ચોવીસસો વરસ પહેલાંની વાત ચાલુ છે કે નહિ ? એ આજ્ઞાઓનું પાલન કરનાર પણ જીવતા જાગતા છે કે નહિ ? અને પાંચમા આરાના છેડા સુધી રહેવાની છે કે નહિ ? એવાઓએ ધ્યાનમાં રાખવું કે સિંહાસન તો તેનાં ડોલે કે જે સિંહાસનોની નીચે સોનૈયા હોય. સત્તાના સિંહાસન તે ડોલે કે જેમાં રાગનું સામ્રાજ્ય હોય. વૈરાગ્યસામ્રાજ્યનાં સિંહાસનો ત્રણે કાળમાં ડોલ્યાં નથી, ડોલતાં નથી, કે ડોલશે નહિ. ત્યાગનાં સામ્રાજ્ય સમક્ષ ઝારશાહી અને પોપશાહીની વાતો કરનારા પામરો છે. એવાઓ ઇતિહાસ ભણ્યા નથી, પણ ઇતિહાસને તો એવાઓએ એબ લગાડી છે. એવી અધૂરી અગડંબગડે વાતો કરનારા શાસનની તો કુસેવા કરે જ છે પણ જેની તેઓ સેવા કરવા ઇચ્છે છે તેની પણ કુસેવા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org